Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વિશ્વનું સુપ્રતિષ્‍ઠિત ગણાતું ‘‘એલેકઝાન્‍ડર ગ્રેહામ બેલ'' પ્રાઇઝઃ યુ.એસ.માં કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન એન્‍જીનીયર શ્રી નામ્‍બી શેષાદ્દીને ગોલ્‍ડ મેડલ,પ્રતિક, તથા સર્ટિફિકેટ સાથે પ્રાઇઝ એનાયતઃ વાયરલેસ,નેટવર્કીગ, તથા એન્‍જીનીયરીંગ ક્ષેત્રે અસાધારણ કામગીરી બદલ ટેલિફોનના શોધક એલેકઝાન્‍ડરના નામ સાથે જોડાયેલું પ્રાઇઝ આપી બહુમાન કરાયું

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સાન જોસ, કેલિફોર્નિયા સ્‍થિત ઇન્‍ડિયન  અમેરિકન શ્રી નામ્‍બી શેષાદ્દિેને વિશ્વનો સુપ્રતિષ્‍ઠિત ગણાતા ‘‘એલેકઝાન્‍ડર ગ્રેહામ બેલ'' પ્રાઇઝ એનાયત કરાયું છે.

કવોન્‍ટેન્‍ના કોમ્‍યુનિકેશન્‍શ ઇન્‍ક.ના ચિફ ટેકનોલોજીસ્‍ટને ‘‘ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્‍ડ  એન્‍જીનીયર્સ (IEEE)'' દ્વારા કરાયેલી ઘોષણાં મુજબ વાયરલેસ,નેટવર્કીગ, તથા એન્‍જીનીયરીંગ ક્ષેત્રે અસાધારણ કામગીરી બજાવવા બદલ તેમને આ પ્રાઇઝ આપી સન્‍માનિત કરાયા છે.

શ્રી શેષાદ્દીને મળેલા પ્રાઇઝમાં ગોલ્‍ડ મેડલ, પ્રતિક, તથા સર્ટિફિકેટનો સમાવેશ થાય છે શ્રી શેષાદ્દી સાન ડિએગો સ્‍થિત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં પણ ઇલેકટ્રીકલ એન્‍ડ કોમ્‍યુટર એન્‍જીનીયરીંગ પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ ભારતની તામિલનાડુ ખાતેની રીજીયોનલ એન્‍જીનીયરીંગ કોલેજના ગ્રેજ્‍યુએટ છે.

ઉલ્લેખનીય છે કે ટેલિફોનના શોધક સ્‍વ.એલેકઝાન્‍ડર ગ્રેહામ બેલની સ્‍મૃતિમાં ૧૯૭૬ની સાલથી આ પ્રાઇઝ અપાય છે.

(11:35 pm IST)