Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

૧૬ વર્ષીય તરૂણીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી બતાવી કુકર્મ આચરવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન ૪૫ વર્ષીય ડો.આશુ જોશી ઉપર કોર્ટ કેસ

મિસૂરીઃ યુ.એસ.માં ૧૬ વર્ષની સગીર તરૂણીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી બતાવી કુકર્મ આચરવાના આરોપસર ઇન્ડિયન અમેરિકન ૪૫ વર્ષીય ડો.આશુ જોશી વિરૂધ્ધ કોર્ટ કેસ ચાલી રહ્યો છે.

ડો.જોશીને સેન્ટ લુઇસ યુનિવર્સિટી હોસ્પિટલ મિસૂરીમાં દર્દી તરીકે તબિયત બતાવવા આવેલી ૧૬ વર્ષીય તરૂણીને ચાઇલ્ડ પોર્નોગ્રાફીની લતે ચડાવી ન્યુડ ફોટાઓની આપ-લે કરી તેની સાથે સંબંધ વધારી સેકસ માણી તેને ગર્ભવતી બનાવી દીધાનો આરોપ છે. જો કે જોશીએ આ આરોપ નકારી કાઢ્યો છે. તથા તેના એટર્નીએ ડો.જોશીના તમામ રેકોર્ડ સારા હોવાનું જણાવી બચાવ કર્યો છે. એટલું જ નહીં ડોકટર જોશીએ ઉપરોકત તરૂણી સાથે પોતે લગ્ન કરવા માંગતો હતો તેમ જણાવ્યું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:42 pm IST)