Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા નિરાશ્રિત ગૃહની મુલાકાતે શીખ કાઉન્સીલ વોલન્ટીઅર્સઃ ૬૦૦ નિરાશ્રિતો પૈકી ૩૦૦ ભારતના પંજાબના વતનીઃ તમામ માટે જીવન જરૂરી ચીજો, તથા ખોરાકની વ્યવસ્થા કરી આપી

કેલિફોર્નિયાઃ અમેરિકન શીખ કાઉન્સીલના વોલન્ટીઅર્સે ૨૦ ઓકટો.૨૦૧૮ના રોજ કેલિફોર્નિયાના કેલેક્ષિકો ડીટેન્શન સેન્ટરની મુલાકાત લીધી હતી. અમેરિકા આવતા ગેરકાયદે વિદેશી નાગરિકો માટેના આ આશ્રય ગૃહમાં ૬૦૦ જેટલા લોકોને રોકી પાડવામાં આવ્યા છે. જે પૈકી ૩૦૦ જેટલા ભારતના પંજાબના વતની છે. જેમાં ૯૯ ટકા શીખો છે.

આ તમામ નિરાશ્રિતોની મુલાકાત ઉપરોકત શીખ વોલન્ટીઅર્સ ભાઇ બહેનોએ લીધી હતી. તથા તેમને જીવન જરૂરી વસ્તુઓ તથા ખોરાકની વ્યવસ્થા કરી આપી હતી. તેમની સાથે કિર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો પણ યોજયા હતા. તેઓને વતનમાં વાત કરવાની સગવડ પણ કરી આપી હતી.

આ વોલન્ટીઅર્સ ટીમમાં શ્રી એસ.બલમિતસિંઘ, શ્રી એસ.સિવરનસિંઘ સહિતનાઓ શામેલ થયા હતા.

(9:41 pm IST)