Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

અમેરિકાએ પાકિસ્તાનને એક ડોલરની પણ મદદ કરવી ન જોઈએ : યુ.એન.ખાતેના અમેરિકાના રાજદૂત ઇન્ડિયન અમેરિકન સુશ્રી નીક્કી હેલી

ન્યુયોર્ક : આજરોજ એક સ્થાનિક અખબાર સાથે વાત કરતા  યુનાઇટેડ નેશનશ ખાતેના અમેરિકાના રાજદૂત ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીક્કી હેલીએ જણાવ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનને એક અરબ ડોલર જેટલી સહાય કરતું હોવા છતાં તે સતત આતંકવાદને પ્રોત્સાહિત કરી રહ્યું છે એટલુંજ નહીં તે અમેરિકાના સૈનિકોને પણ મારી નાખે છે.આ દેશને અમેરિકાએ એક પણ ડોલરની મદદ કરવી ન જોઈએ તેવો આક્રોશ તેમણે ઠાલવ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પએ શાસન સંભાળ્યા બાદ સુશ્રી નીક્કી હેલીને યુ.એન.ખાતેના અમેરિકાના રાજદૂત તરીકે નિમણુંક આપી હતી.તેઓ આ વર્ષના અંત સુધીમાં ઉપરોક્ત હોદ્દો છોડી દેવાના હોવાથી તેમની જગ્યાએ ટ્રમ્પએ હીથર નોર્ટને  ગયા સપ્તાહમાં નિમણુંક આપી છે.

(12:16 pm IST)