Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

યુ.એસ.માં ન્યુયોર્ક મુકામે GOPIO તથા કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે હેલ્થ સમીટનું આયોજન કરાયું: GOPIO ઇન્ટરનેશનલ ચેરમેન ડો. થોમસ અબ્રાહમ તથા ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીના નેતૃત્વ હેઠળ ૨૭ ઓકટો.ના રોજ યોજાયેલ સમીટમાં વિશાળ સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓએ હાજરી આપીઃ ભારતના પ્રજાજનોના આરોગ્યને લગતા પ્રશ્નો હલ કરવાની તથા રોગો થતા અટકાવવા કટિબધ્ધતા વ્યકત કરાઇ

ન્યુજર્સઃ યુ.એસ.માં ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્ડિયન ઓરીજીન (GOPIO) ઇન્ટરનેશનલ હેલ્થ કાઉન્સીલ તથા ન્યુયોર્ક કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના ઉપક્રમે ૨૭ ઓકટો. ૨૦૧૮ના રોજ ''હેલ્થ સમીટ ફોર ઇન્ડિયન ડાયસ્પોરા''નું આયોજન કરાયું હતું.

કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા ૩, ઇસ્ટ ૬૪મી સ્ટ્રીટ, ન્યુયોર્ક ખાતે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા દરમિયાન યોજાયેલ આ હેલ્થ સમિટ કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા શ્રી સંદીપ ચક્રવર્તી તથા GOPIO   ઈન્ટરનેશનલ ચેરમેન ડો. થોમસ  અબ્રાહમના વરદ હસ્તે ખુલ્લી મુકાઇ હતી. જેમાં વિશાળ સંખ્યામાં કોમ્યુનિટી મેમ્બર્સએ હાજરી આપી હતી. આ તકે GOPIO પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી અશોક રામસરનના યોગદાન બદલ તેઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

GOPIO ચેરમેન ડો. થોમસ અબ્રાહમએ ઉપસ્થિતોનું સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તથા ભારતના પ્રજાજનોને આરોગ્યને લગતા પ્રશ્નો હલ કરવાની તથા રોગો થતા અટકાવવા જાગૃતિ રાખવા માટેની કટિબધ્ધતા તથા લક્ષ્યાંકનો અહેવાલ આપ્યો હતો. તથા અદ્યતન તબીબી સેવાઓ સાથે યોગ મેડીટેશનનો વ્યાપ વધારવાનો પણ સંકલ્પ વ્યકત કર્યો હતો.

એમ્બેસેડર શ્રી સંદીપ ચક્રવર્તીએ GOPIO દ્વારા આરોગ્ય ક્ષેત્રે લેવાઇ રહેલી જહેમતને બિરદાવી હતી. તથા આરોગ્યને લગતા પ્રશ્નો માટે ચોક્કસ નીતિ રીતિઓ ઘડી કાઢવાની આશા વ્યકત કરી હતી.

સતત બીજા વર્ષે યોજાયેલી આ સમીટમાં GOPIO હેલ્થ ચેર કાઉન્સીલ ચેર ડો. તુષાર પટેલ, હેલ્થ એક્ષપર્ટ શ્રી રાહુલ શુકલા, ગેસ્ટ સ્પીકર શ્રી હિતેષ ભટ્ટ સહિત અગ્રણી હેલ્થ નિષ્ણાંતો તથા વકતાઓએ પ્રાસંગિક ઉદ્દબોધનો કર્યા હતા તથા ભારતના હદયરોગ અને ડાયાબિટીસ સહિતના રોગોને ડામવા માટેનો સંકલ્પ વ્યકત કર્યો હતો.

આ તકે જુદી તબીબોની પેનલ દ્વરા ભારતના આરોગ્ય વિષયક પ્રશ્નોના નિરાકરણ તથા તેને થતા અટકાવવા માટેના પગલાઓ વિષે આયોજનો કરાયા હતા. આ પેનલમાં ડો. મીના મુર્થી, ડો. શંકર આયર, ડો. અનુરાગ પાંડે, ડો. રવિન્દ્ર અમિન, સુશ્રી વર્ષા સિંઘ, શ્રી બિન્ની તલાટી, ડો. વાસુદેવ માખીજા, ડો. કેતન વૈદ્ય, સુશ્રી ઉમા સ્વામિનાથન, સુશ્રી જયા જયા મીરા, ડો. બજરંગ અગરવાલ, સુશ્રી રૃચિતા લાલ, ડો. અશોક સામન્ત, ડો. તુષાર પટેલ, શ્રી રામ ગઢવી તથા ડો. રાજીવ મહેતા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

સમીટના ગ્રાન્ડ સ્પોન્સર્સ તરીકે સબિન્સા કોર્પોરેશન, ભટ્ટ ફાઉન્ડેશન, એસ.એસ. વ્હાઇટ ટેકનોલોજીસ હતા. સમર્થશ્રી આપનારાઓમાં JNJ પ્રિન્ટીંગ, ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સ, તથા  GOPIO સેન્ટ્રલ જર્સ, કનેકટીકટ અને ન્યુયોર્ક ચેપ્ટરનો સમાવેશ થતો હતો.

ઞ્બ્ભ્ત્બ્ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. જેના નેજા હેઠળ વોલન્ટીઅર્સ સહિતની ટીમો વિશ્વમાં વસતા ભારતીયો તથા ભારતના નાગરિકોના શ્રેષ્ઠ આરોગ્યમય ભવિષ્ય માટે કટિબધ્ધ છે. તેવું શ્રી તુષાર પટેલના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(2:08 pm IST)