Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

" હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશન " : ભારતમાં છત્તીસગઢ,હરીયાણા, અને નવી મુંબઈ ખાતે ત્રણ હોસ્પીટલો નું સફળતા પુર્વક સંચાલન કરતું ફાઉન્ડેશન : અમેરીકાના લોસએન્જલસ ખાતે મહાન ક્રીકેટર શ્રી સુનીલ ગવાસ્કર સાથે યોજાયો સમારંભ

 લોસ એંજલસ :  અમેરીકા-લોસએન્જલસ માં તા ૨૮ મી સપ્ટે. ના રોજ બુએના પાર્ક ખાતે યલો ચીલી રેસ્ટોરન્ટ ખાતે ક્રીકેટ જગતના વિખ્યાત ક્રીકેટર શ્રી સુનીલ ગવાસ્કર ની ઉપસ્થિતીમાં "હાર્ટ ટુ હાર્ટ " ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય સમારંભનું આયોજન રાખવામાં આવેલ.

  આ આયોજનના પ્રારંભમાં  શ્રી મિહીર ગાંધીએ સ્વાગત્ત પ્રવચનમાં ગવાસ્કરની સિધ્ધીઓનો ઉલ્લેખ કરી સર્વે ને આવકાર્યા હતા.

  ડૉ.  સાન સીટી એ હાર્ટ ટુ હાર્ટ દ્વારા બાળકોના હાર્ટની સર્જરી અને રોગ નિદાન અંગેની વિગતવાર માહિતી આપી હતી. અરવિંદ થીગરાજને ગવાસ્કર સાથે ની મુલાકાત માં ક્રિકેટ વિશે ના તેમના અનુંભવો અને યોગદાન વિષે પ્રશ્નોત્તરી કરી હતી... અને સુનીલ ગવાસ્કરે તેમની આગવી શૈલીમાં તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા તેમાં વેસ્ટ ઈન્ડીજ સાથેની ટેસ્ટ મેચો અને ૧૯૮૧ માં ભારત વલ્ડકપ વિજેતા થયું તે મુખ્ય હતા.

 હાર્ટ ટુ હાર્ટ ફાઉન્ડેશન હાલ ભારતમાં છત્તીસ ગઢ,હરીયાણા અને નવી મુંબાઈ ખાતે ત્રણ    હોસ્પીટલો નું સફળતા પુર્વક સંચાલન કરે છે.  જેમાં એક બાળકનો હાર્ટ સર્જરીનો ખર્ચ ૧૨00- ડોલર આવે છે. દર વર્ષે વિના મુલ્યે ૫000 થી વધુ બાળકોના સફળતા પુર્વક ઓપરેશન કરાય છે. અમેરીકા ખાતે ગવાસ્કરે ૧0 જેટલા જુદા જુદા શહેરોમાં આ રીતના સમારંભો યોજીને લગભગ ૧000 થી વધુ બાળકોના ઓપરેશન માટે ફંડ એકત્રીત કરેલ છે એવી માહિતી આપી હતી.

  આ પ્રસંગે સેરીટોજ સીટી ના મેયરશ્રી  નરેશ  સોલંકી એ ખાસ ઉપસ્થિત રહી સીટી તરફથી સુનિલ ગવાસ્કર ને સન્માન પત્ર અર્પણ કરેલ . તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ,શ્રી નટુભાઈ પટેલ અને તસ્વિર સૌજન્ય શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા દ્વારા જાણવા મળે છે.

(11:40 am IST)