Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સુશ્રી કમલા હેરીસએ ચૂંટણી પ્રચાર માટે ઓફિસ ખુલ્લી મુકીઃ ઓકલેન્ડ કેલિફોર્નિયા મુકામે શરૂ કરાયેલ સૌપ્રથમ ઓફિસના ઉદઘાટન સમયે મેયર, કાઉન્સીલ વુમન, સ્ટેટ રીપ્રેઝટન્ટેટીવ્સ, સહિતના અગ્રણીઓ તથા હજારો સમર્થકોએ હાજરી આપી

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયાના સેનેટર તથા ૨૦૨૦ની સાલમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરીસએ પોતાના ચૂંટણી કમ્પેન માટેની સૌપ્રથમ ઓફિસ તાજેતરમાં ૨૯ સપ્ટેં.૨૦૧૯ના રોજ ઓકલેન્ડ કેલિફોર્નિયા મુકામે ખુલ્લી મુકી હતી. જે સ્થળે તેમનો જન્મ થયો હતો.

આ તકે તેમની સાથે રીપ્રેઝન્ટેટીવ બાર્બરા લી જોડાયા હતા ઉપરાંત ઓકલેન્ડ મેયર, સીટી કાઉન્સીલ વુમન, તેમજ એસેમ્બલી મેમ્બર્સ સહિતના અગ્રણીઓ જોડાયા હતા. તથા હજારોની સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી.

(8:17 pm IST)
  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST