Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

'' વેન્ચર કેપિટલ પ્રોગ્રામ લોન્ચીંગ '' : ભારતમાં ટેકનોલોજી, એનર્જી સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રે રોકાણો કરવાની ઓવરસીઝ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનની ધોષણાઃ ભારતના આર્થિક વિકાસને વેગ આપતો પ્રોગ્રામ લોંચીંગ કરાયો

મુંબઇ : ઓવરસીઝ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન  ( OPIC) દ્વારા   આજ શુક્રવારના રોજ કરાયેલી ધોષણા મુજબ તેઓ ભારતમાં આધારસ્તંભ સમાન રોકાણો કરશે જે મોટા તથા નાના વ્યવસાયિકોને  હેલ્થકેર, એજયુકેશન, ફાઇનાન્શીયલ સર્વિસ, એગ્રીકલ્ચર, તેમજ એનર્જી સેવાઓ, ટેકનોલોજી સહિતના ક્ષેત્રે વેન્ચર કેપિટલ પ્રોગ્રામના ભાગરૃપે રોકાણ પુરૃ પાડવમાં આવશે.

ખાસ કરીને  સ્ત્રી સશકિતકરણના ભાગ  રૃપે મહિલા વ્યવસાયિકેોને વધુ પ્રોત્સાહિત કરાશે.

ભારતમાં ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ માટે રોકાણો કરવાનો આ પ્રથમ તબકકો છે જે ભારતના આર્થિક વિકાસને વેગ આપશે. જે માટે OPIC કટિબધ્ધ છે. જે અંતર્ગત પ મિલિયન થી રપ  મિલિયન ડોલર સુધીનું અથવા કુલ જરૃરિયાતના રપ ટકા સુધીનું રોકાણ કરાશે. જે  OPIC ના ધારાધોરણ મુજબનું હશે.

OPIC ના એકઝીકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ શ્રી ડેવિડ બોરિગીઅનએ જણાવ્યા મુજબ તેમના દ્વારા નાના વ્યવસાયિકો માટે કરાયેલા રોકાણોએ મોટા પરિણામો આપ્યા છે.  વેન્ચર કેપિટલ પ્રોગ્રામ માટે આયર્ન પિલ્લરના મેનેજીંગ પાર્ટનર શ્રી સમીર નાથએ આનંદ તથા રોમાંચ વ્યકત કર્યો હતો.

વેન્ચર કેપિટલ પ્રોગ્રામનું લોંચીંગ યોગ્ય સમયે થયુ છે. તેવું શ્રી પ્રેકવિનએ જણાવ્યું હતુ. જેના થકી વિશ્વભરમાં જંગી રોકાણો થયા છે. વિશેષ માહિતી માટે  OPIC નો કોન્ટેકટ નંબર  (202) 336-8460  છે.  તેવી માહિતી યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ મુંબઇ દ્વારા જાણવા મળે છે.

(9:43 pm IST)