Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

14 કરોડ રૂપિયાનો જેકપોટ : અબુ ધાબીમાં રહેતા ભારતીય મોહમ્મદ મયાલને અધધ...70 લાખ દિરહામની લોટરી લાગી

દુબઇ : અબુ ધાબીમાં સેલ્સમેન તરીકે કામ કરતા કેરળના વતની મોહમ્મદ મયાલને 70 લાખ દિરહામ એટલેકે 14 કરોડ રૂપિયાની લોટરી લાગી હોવાનું સ્થાનિક સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.રાતોરાત  તેના નસીબ આડેનું પાંદડું ખસી જતા તે કરોડપતિ બની ગયો છે.

સુપર સિરીઝ 7 ડ્રોમાં તેને બુધવારે તેને લોટરી વિજેતા ઘોષિત કરાયો છે.રકમનો ઉપયોગ તે પોતાના એક મિત્રની કિડની ટ્રાન્સપ્લાંટ માટે તથા વતનમાં પોતાના મકાનની મરામ્મત અને નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે કરવા માંગતો હોવાનું તેણે સમાચાર સૂત્રોને જણાવ્યું હતું.

(11:11 am IST)