Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

''ઇન્ડિયા ફેસ્ટ મિલવૌકી'': યુ.એસ.ના વિસ્કોસિનમાં ૧૭ ઓગ.૨૦૧૯ના રોજ કરાયેલી ભાવભેર ઉજવણીઃ ભારત તથા અમેરિકા વચ્ચે શિક્ષણ,તથા સંસ્કૃતિના આદાન પ્રદાનનો હેતુ

વિસ્કોસિનઃ યુ.એસ.ના વિસ્કોસિન ગવર્નરએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯નો દિવસ ''ઇન્ડિયા ડે'' તરીકે ઘોષિત કર્યો હતો. જે ભારતીયોના વિસ્કોસીન સ્ટેટમાં વિવિધ ક્ષેત્રે પ્રદાનની નોંધ લઇ ઘોષિત કરવામાં આવ્યો હતો.

ઉપરોકત ઉજવણી બાદ મિસ્કોસિન સ્થિત ભારતીયોએ ૧૭ ઓગ.૨૦૧૯નો દિવસ ''ઇન્ડિયા ફેસ્ટ મિલવૌકી'' તરીકે ઉજવ્યો હતો. જેમાં બન્ને દેશના નાગરિકો વચ્ચેની  એકતાનું નિદર્શન કરાવતા કાર્યક્રમો યોજાયા હતા. તથા બંને દેશ વચ્ચે શિક્ષણ, સંસ્કૃતિ, સહિતના આદાન પ્રદાનને પ્રોત્સાહિત કરાયા હતા.

(8:58 pm IST)