Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

અમેરિકાના શિકાગોમાં આજ ૭ સપ્ટે. થી ત્રિદિવસિય '' વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ '' કોન્ફરન્સ શરૃઃ વિશ્વભરના રપ૦૦ પ્રતિનિધીઓ તથા રર૦ વ્યકિતઓના રજીસ્ટ્રેશન સાથે શરૂ થયેલી કોન્ફરઙ્ગન્સમાં મિડીયા, રાજકારણ, યુથ મહિલા, શિક્ષણ સહિત જુદા જુદા વિષયો પર ઉદબોધન તથા ચર્ચા બેઠકોના આયોજનો

અમેરિકામાં આજ ૭ સપ્ટે. થી ૯ સપ્ટે. ર૦૧૮ સુધીની ત્રિદિવસીય  '' વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ '' કોન્ફરન્સ શરૂ થઇ છે.

યોર્કટાઉન શોપીંગ સેન્ટર લોમ્બાર્ડ (શિકાગો) ઇલિનોઇસ મુકામે શરૂ થયેલી આ કોન્ફરન્સ સ્વામી વિવેકાનંદજીના શિકાગો ખાતેના  ૧૮૯૩ ની સાલના વિશ્વ ધર્મ પરિષદમાં ઉદબોધનની ૧રપ મી  વાર્ષિક જયંતિ નિમીતે યોજાઇ છે. જેમાં ભાગ લેવા વિશ્વભરમાંથી રપ૦૦ જેટલા પ્રતિનિધિઓ તથા રર૦ જેટલા અગ્રણી વકતાઓએ રજીસ્ટ્રેશન કરાવેલું છે. જેમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ, આર.એસ.એસ.ના સુપ્રિમો શ્રી મોહન ભાગવતે, સ્વામી પરમાત્મા નંદજી સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. ડો. અભય અસ્થાનાના ચેરમેન પદ હેઠળની ત્રિદિવસીય કોન્ફરન્સમાં હિન્દુ મિડીયા, પોલિટીકલ, ઓર્ગેનાઇઝેશન ઇકોનોમિક, વીમેન, યુથ તથા એજયુકેશન કોન્ફરન્સનો સમાવેશ થાય છે. જેના ચેર પર્સન તરીકે અનુક્રમે ડો.  સુશીલ પંડિત, શ્રી સંજય પુરી ડો. ગૂના મેગેસન, ડો. મુકેશ અધી, શ્રીમતિ બી.એલ. રામરથના શ્રી પાર્થ પરિહર, ડો. નચિકેતા તિવારી, તથા ડો. જય બંસલનો સમાવેશ થાય છે. ત્રણે દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા છે.

(10:17 pm IST)