Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે ડેમોક્રેટ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર : જો અમે સત્તા ઉપર આવશું તો દેશ દીઠ ગ્રીન કાર્ડની મર્યાદા દૂર કરશું : મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકો માટે અમેરિકામા પ્રવેશ ઉપર મુકાયેલો પ્રતિબંધ દૂર કરીશું : વર્તમાન સરકારે ચાલુ વર્ષમાં એચ-1બી વિઝા ઉપર મુકેલા પ્રતિબંધનો વિરોધ કર્યો

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે ડેમોક્રેટ પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે.જેમાં જણાવાયા મુજબ જો અમે સત્તા ઉપર આવશું તો  દેશ દીઠ ગ્રીન કાર્ડની મર્યાદા દૂર કરશું
વર્તમાન પદ્ધતિ મુજબ પરિવારને અલગ  પડવાના બનાવો બને છે.તેને બદલે ફેમિલી વિઝા પદ્ધતિ અપનાવાશે
ઉપરાંત મુસ્લિમ રાષ્ટ્રોના નાગરિકો માટે અમેરિકામા પ્રવેશ ઉપર મુકાયેલો પ્રતિબંધ દૂર કરીશું
પાર્ટીએ એચ-1બી વિઝા ઉપર વર્તમાન સરકારે મુકેલા પ્રતિબંધનો પણ વિરોધ કર્યો છે.
ડેમોક્રેટ પાર્ટીના આ ચૂંટણી ઢંઢેરાને 17 થી 20 ઓગસ્ટ દરમિયાન મળનારા રાષ્ટ્રીય અધિવેશનમાં માન્યતા અપાશે તથા ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે જો બિડનના નામને માન્યતા અપાશે 

(12:49 pm IST)