Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

દેશદીઠ ગ્રીનકાર્ડની મર્યાદા ભારતના વતનીઓ માટે શિક્ષા સમાન : 200 વર્ષ સુધીનું લાંબુ વેઇટિંગ લિસ્ટ : જુના બંધારણમાં સુધારો કરવો જરૂરી : રિપબ્લિકન સેનેટર માઈક લી ની રજુઆત

વોશિંગટન : અમેરિકાના અગ્રણી રિપબ્લિકન સેનેટર માઈક લી એ જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સ માટે દેશનું નાગરિકત્વ મેળવવા માટે રાખવામાં આવેલી દેશદીઠ મર્યાદા ભારતથી આવતા ઈમિગ્રન્ટ્સને શિક્ષા સમાન છે.
તેમણે જણાવ્યું હતું કે 200 વર્ષ સુધીનું લાબું વેઇટિંગ લિસ્ટ ભારતના વતનીઓને નાગરિકત્વ અપાવવા માટે અસમર્થ છે.
આથી તેઓએ જુના બંધારણમાં સુધારો કરવાની હિમાયત કરી હતી.અને દેશદીઠને બદલે વહેલા તે પહેલા ધોરણે ગ્રીન કાર્ડ આપવા સૂચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલમાં ગ્રીન કાર્ડ આપવા માટે અમેરિકાએ દેશ દીઠ 7 ટકાની મર્યાદા રાખી છે.આ ગ્રીન કાર્ડ મેળવનાર વ્યક્તિ અમેરિકાની વતની ગણાતી હોવાથી તેને અમેરિકન નાગરિકને મળતા તમામ અધિકારો મળે છે.

(12:34 pm IST)