Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

દોઢ મહિના પહેલા કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા ભારતીય મૂળના નાગરિકના અંતિમ સંસ્કાર આડે પારિવારિક વિવાદ : મૃતકે પોતાના ભાણેજના હસ્તે અંતિમ સંસ્કાર કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હોવાથી પત્ની કોર્ટમાં : 17 ઓગસ્ટના રોજ ચુકાદો

જોહનિસબર્ગ : સાઉથ આફ્રિકામાં 24 જૂનના રોજ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા ભારતીય મૂળના નાગરિક 40 વર્ષીય રાકેશ નાના ના અંતિમ સંસ્કાર આડે પારિવારિક વિવાદ આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ  મૃતકે પોતાના ભાણેજના હસ્તે અંતિમ સંસ્કાર કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.તેથી તેનાથી અલગ રહેતી તેની પત્ની પ્રાણેશ્વરીએ કોર્ટમાં દાવો દાખલ કર્યો છે.તથા મૃતકને બે પુત્રો હોવાથી તેમના હાથે અંતિમ સંસ્કાર થવા જોઈએ તેવી માંગણી કરી છે.
સામે પક્ષે મૃતકની બહેન પન્નાએ કરેલી રજુઆત મુજબ પોતાના ભાઈની ઈચ્છા ભાણેજના હસ્તે મુખાગ્નિ આપવાની હતી તે પુરી થવી જોઈએ અલબત્ત,મૃતકની પત્ની તથા બંને બાળકો અગ્નિ સંસ્કાર વિધિમાં હાજર રહી શકે છે.પરંતુ વિધિ પોતાના પુત્રના હાથે થશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામેલ વ્યક્તિના અંતિમસંસ્કાર  3 દિવસમાં ન થાય રોગ ફેલાવાની ભીતિ રહે છે.જે બાબત દેશના સ્વાસ્થ્ય માટે ગંભીર ગણી શકાય તેવા સંજોગોમાં આ વિવાદ હજુ દોઢ મહિનાના ગાળા પછી પણ શમ્યો નથી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)