News of Friday, 10th August 2018

યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ નોર્થ ટેકસાસના ઉપક્રમે આવતીકાલ ૧૧ ઓગ.ના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ધ્વજવંદન, બેન્ડ સાથે પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાશે

ટેકસાસઃ યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ નોર્થ ટેકસાસના ઉપક્રમે આવતીકાલ ૧૧ ઓગ.૨૦૧૮ શનિવારના રોજ ભારતના ૭૨મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે.

ઉજવણી અંતર્ગત ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભકિત સભર ગીતોનું આયોજન કરાયું છે. તેમજ IAN દ્વારા ૪૨મો આનંદ બજાર યોજાશે. જેમાં ફૂડ આઇટમ્સ નોન પ્રોફિટ સામાજીક સંસ્થા તથા વેપારી ભાઇઓના સ્ટોલનું આયોજન કરેલ છે, ઉપરાંત બેન્ડ સાથે રાષ્ટ્રધ્વજ પરેડ યોજાશે. મ્યુઝીક ડાન્સના કાર્યક્રમો અંતર્ગત બોલીવુડના શિબાની કશ્યપ, તથા સલીલ ભંડારકર તથા એ અબ્રાહમ હાજર રહેશે. ફ્રી પાર્કીગ ફ્રી ઇવેન્ટ છે. TxFood Bank માટે Food pk ભેગા કરવાના છે.

સમય સાંજે ૬ વાગ્યાથી તથા સ્થળ એડિસન સર્કલ પાર્ક ૪૯૭૦, એડિસન ટેકસાસ રાખવામાં આવેલ છે. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(10:08 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને તમામ વીર સપૂતોને યાદ કર્યા :અંગ્રેજોને ભારત છોડવા પર મજબુર કરતા આંદોલનના સુર 76 વર્ષ પહેલા આજના દિવસે છેડાયા હતા. આ ઐતહાસિક દિવસે પીએમ મોદીએ પણ ટ્વીટ કરી access_time 1:12 am IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST

  • રેલરાજ્યમંત્રી રાજેન ગોહેન વિરુદ્ધ યુવતી પર બળત્કાર અને ધમકાવાના મામલે ગુન્હો નોંધાયો ; આસામ પોલીસે નગાવ જિલ્લામાં 24 વર્ષની મહિલા પર દુષકર્મ અને તેને ધમકાવવા મામલે ફરિયાદ નોંધી છે access_time 1:14 am IST