Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

હવે NRI પ્રોકસી વોટીંગ કરી શકશેઃ ભારતમાં યોજાતી ચૂંટણીઓમાં પોતાના અધિકૃત પ્રતિનિધિ મારફત મતદાન કરી શકશેઃ લોકસભામાં બિલ મંજુર

ન્‍યુ દિલ્‍હીઃ  વિદશોમાં વસતા ભારતીયો પોતાના પ્રતિનિધી મારફત પ્રોકસી વોટીંગ કરાવી શકશે. તે બિલને ગઇકાલ ૯ ઓગ. ર૦૧૮ ના રોજ લોકસભાએ મંજુર કરી દીધુ છે. તેથી હવે ભારતમાં યોજાતી ચૂંટણીઓ સમયે NRI એ મતદાન કરવા માટે રૂબરૂ આવવાની જરૂર નહી પડે. તે પ્રોકસી વોટીંગ એટલ કે પોતાના અધિકૃત પ્રતિનિધિ મારફત મત આપી શકશે. તેવું લો મિનીસ્‍ટર રવિશંકર પ્રસાદે જણાવ્‍યું છે.

ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્‍યા મુજબ  વિદેશોમાં વસતા ભારતીયોની સંખ્‍યા ૩ કરોડ ૧ં૦ લાખ જેટલી થવા જાય છે.

(9:21 pm IST)