Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

યુ.એસ.માં મિચીગન ગવર્નર પદના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી થાનેદારનો પરાજયઃ ૭ ઓગ.ના રોજ યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીમાં ૧૭.૭ ટકા મતો મળ્‍યાઃ કોંગ્રેશ્‍નલ ઉમેદવારો શ્રી સુનિલ ગુપ્‍તા તથા શ્રી લોકેશકુમાર પણ પ્રાઇમરી ચૂંટણીમાં પરાજીત થતાં રેસમાંથી બહાર

મિચીગનઃ યુ.એસ.ના મિચિગન,તથા વોશીંગ્‍ટનમાં ૭ ઓગ.૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલી પ્રાઇમરી ચૂંટણીઓમાં ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો હતા. જે પૈકી કોઇપણ વિજેતા થઇ શકયા નથી.

મિચીગન ગવર્નર પદના ડેમોક્રેટ ઉમેદવાર શ્રી થાનેદારએ લાખો ડોલરનો ખર્ચ કર્યો હતો. પરંતુ તેઓ ૧૭.૭ ટકા મતો સાથે ત્રીજા ક્રમે આવતા તેમનો પરાજય થયો છે.

ઉપરાંત મિચિગન સ્‍ટેટના કોંગ્રેશ્‍નલ ઉમેદવારો ઇન્‍ડિયન અમેરિકન શ્રી સુનિલ ગુપ્‍તા તથા શ્રી લોકેશ કુમાર પણ પરાજીત થયા છે. તથા સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ ઉમેદવાર સુશ્રી અનુજા રાજેન્‍દ્ર પરાજીત થયા છે જયારે ૪૧મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટના ડેમોક્રેટ ઉમેદવાર શ્રી પદમા કુપ્‍પા બિનહરીફ ચૂંટાઇ આવતા તેઓ નવેં.માસમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં રિપબ્‍લીકન ઉમેદવારનો સામનો કરશે. તે જ પ્રમાણે વોશીંગ્‍ટન સ્‍ટેટ સેનેટના ૪૭મા ડીસ્‍ટ્રીકટમાંથી સુશ્રી મોના દાસ તથા ૪૮મા ડીસ્‍ટ્રીકટમાંથી સુશ્રી વંદના સ્‍લેટર બિનહરીફ ચૂંટાઇ આવવાથી તેઓ નવેં.માસમાં જનરલ ચૂંટણી લડશે. 

(9:18 pm IST)