Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

એશોશિએશન ઓફ અમેરિકન ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (AAPI ) : ભારતથી હજારો જોજન દૂર અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબોનું 39 મું વાર્ષિક અધિવેશન યોજાયું : એટલાન્ટામાં 2 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન યોજાયેલા ફિઝિકલ અધીવેશનમાં કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા તબીબોને શ્રદ્ધાંજલિ આપી : 2021-22 ની સાલ માટેના પ્રેસિડન્ટ તરીકે ડો.અનુપમા ગોટીમુકાલાએ ચાર્જ સંભાળ્યો : વતન ભારતમાં હેલ્થ કેર સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ કરાયો


એટલાન્ટા : આશરે બે વર્ષ જેટલા સમય પછી અમેરિકાના ઓમની  એટલાન્ટામાં આવેલા સીએનએન સેન્ટર તથા જ્યોર્જિયા વર્લ્ડ કોંગ્રેસ સેન્ટર ખાતે એશોશિએશન ઓફ અમેરિકન ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન (AAPI ) નું 39 મું વાર્ષિક ફિઝિકલ અધિવેશન 2 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન યોજાઈ ગયું.

ભારતથી હજારો જોજન દૂર અમેરિકામાં વસતા ભારતીય મૂળના તબીબો સદાય વતનમાં હેલ્થ કેર સેવા માટે તતપર રહ્યા છે. અધિવેશનમાં  કોરોના કાળ દરમિયાન અવસાન પામેલા તબીબોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તથા 2021-22 ની સાલ માટેના પ્રેસિડન્ટ તરીકે ડો.અનુપમા ગોટીમુકાલાએ ચાર્જ સંભાળ્યો હતો.

આ તકે 2020-21 ની સાલના પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાગાલાડા,  અધિવેશનના ચેર ડો.શ્રીની ગંગાસાની ,ડો.ઈન્દ્રાણી ઇન્દ્રકીશન ,ડો.રઘુ લાલાભાટુ ,ડો.મનોજ  શાહ ,ડો.યોગેશ  જોશી  ,ડો.અરવિંદ ગુપ્તા ,ડો.પી.બી.રાવ ,ડો. દિલીપ પટેલ ,ડો.ઉમા જોનાગાલાડા , તથા ડો.તરુણ ઘોષ સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. સહુએ માતૃભૂમિનું ઋણ અદા કરવા વતન ભારતમાં હેલ્થ કેર સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.4 દિવસીય અધિવેશન દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો સહીત વિવિધ સેશન યોજાયા હતા તેવું યુએનએન દ્વારા જાણવા  મળે છે.

 

(5:45 pm IST)