Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી છાત્રોની હકાલપટ્ટીના નિર્ણય સામે અમેરિકાના 136 સાંસદોનો વિરોધ

વોશિંગટન : અમેરિકામાં તમામ ક્લાસ ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટ્સને પોતાના વતનમાં જતા રહેવાના ટ્રમ્પ સરકારના આદેશ વિરુદ્ધ હાર્વર્ડ યુનિવર્સીટીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા બાદ હવે ખુદ સાંસદોએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
જે મુજબ ડેમોક્રેટિક પાર્ટીના 30 સેનેટર સહીત 136 સાંસદોએ ટ્રમ્પ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકારે 6 જુલાઈના રોજ ઓનલાઇન અભ્યાસ કરતા વિદેશી સ્ટુડન્ટસના એફ-1 અને એમ-1 વિઝા રદ કરવાનો નિર્ણય કર્યો છે.જેના વિરોધમાં ખુદ રિપબ્લિકન પાર્ટી સહીત વિરોધ પક્ષ ડેમોક્રેટ પાર્ટીમાં વિરોધ ઉઠ્યો છે.જેઓએ સરકારને આ નિર્ણય ફેરવવા પત્ર લખ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:23 pm IST)