Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

પાકિસ્તાનમાં કોરોના વાઇરસ માટે અમેરિકા જવાબદાર ? : લાહોર કોર્ટે અમેરિકન દૂતાવાસને 20 અબજ ડોલરનું વળતર ચૂકવવા નોટિસ મોકલી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કોરોના વાઇરસ માટે અમેરિકાને જવાબદાર ગણાવતી ફરિયાદ લાહોર નિવાસી રજા અલી નામક નાગરિકે નોંધાવી છે.જેના આધારે લાહોર કોર્ટે અમેરિકાના પાકિસ્તાન સ્થિત દૂતાવાસને 20 અબજ ડોલરનું વળતર ચૂકવવા નોટિસ મોકલી છે.
           ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2 લાખ 42 હજાર ઉપરાંત થઇ ગઈ છે.તથા તેનાથી મોતને ભેટેલા લોકોનો આંકડો 5031 થવા પામ્યો છે.

(8:03 pm IST)