Gujarati News

Gujarati News

News of Wednesday, 10th July 2019

યુ.એસ.માં સાઇમન ઇન્વેસ્ટીગેટર તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી ભાર્ગવ ભટ્ટની પસંદગી

મિચીગનઃ યુ.એસ.ના સાઇમન ફાઉન્ડેશનના ઉપક્રમે ૨૦૧૯ની સાલ માટે જાહેર કરાયેલા સાઇમન ઇન્વેસ્ટીગેટર્સની યાદીમાં ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી ભાગર્વ ભટ્ટએ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

શ્રી ભાર્ગવ યુનિવર્સીટી ઓફ મિચિગનમાં મેથેમેટીકસ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે સેવાઓ આપે છે. જેઓને મેથેમેટીકસ કેટેગરીમાં સંશોધન કાર્ય માટે પસંદ કરાયા છે. તેમણે એટલાઇડ મેથેમેટીકસ સાથે કોલમ્બીઆ યુનિવર્સિટી માંથી બેચલર ડીગ્રી મેળવેલી છે. તથા પ્રિન્સેટોન યુનિવર્સિટીમાંથી માસ્ટર તથા ડોકટરે ડીગ્રી મેળવી છે.

ઉલ્લેખનીય છે કે સાઇમન ફાઉન્ડેશન દ્વારા યુ.એસ.ઉપરાંત કેનેડા, યુ.કે. આપર્લેન્ડ સહિત વિવિધ દેશોમાંથી જુદા જુદા ક્ષેત્રે સંશોધનો માટે દર વર્ષે ઇન્વેસ્ટીગેટર્સની પસંદગી કરવામાં આવે છે.

(8:21 pm IST)