Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

''અમેરિકન હેલ્થ કાઉન્સીલ ફીઝીશીઅન્શ બોર્ડ''માં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.પ્રીતિ રાણાઃ

વર્જીનીઆઃ યુ.એસ.ના ''અમેરિકન હેલ્થ કાઉન્સીલ ફીઝીશીયન્શ બોર્ડ''માં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.પ્રીતિ રાણાની પસંદગી થઇ છે.

આર્લિગ્ટન વર્જીનીઆ સ્થિત ડો.પ્રીતિ રાણાએ દર્દીઓની લીધેલી વિશેષ કાળજીને ધ્યાને લઇ તેમને બોર્ડ ઓફ ફીઝીશીઅન્શમાં નિમણુંક અપાઇ છે. સુશ્રી રાણા તથા તેમના પતિ ડો.ઇરમિન્દ્ર રાણા છેલ્લા દસકાથી મેડીકલ પ્રેકટસ ક્ષેત્રે કાર્યરત છે.

સુશ્રી રાણા જનરલ મેડિસીન ઉપરાંત મેદસ્વીતા ડાયાબિટીસ થાઇરોડ, અસ્થમા, ડીપ્રેશન જેવા દર્દોમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવે છે. તથા છેલ્લા ૨૦ વર્ષનો અનુભવ ધરાવે છે.

તેમણે વડોદરાની મેડીકલ કોલેજમાંથી બેચલર ડીગ્રી મેળવેલી છે બાદમાં યુ.એસ.માં જર્સી શોર યુનિવર્સિટી મેડીકલ સેન્ટરમાં ઇન્ટરનલ મેડીસિન ક્ષેત્રે ઇન્ટરશીપ કરેલ છે તથા સેંટ બાર્નાબાસ મેડીકલ સેન્ટર, લિવીંગસ્ટનમાં ઇન્ટરનલ મેડિસીન રેસીડન્સી કરેલ છે. તેઓ અમેરિકન કોલેજ ફીઝીશીઅન્શના મેમ્બર છે.

 

(9:21 am IST)