Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

હવે ઓસ્ટ્રેલિયા આવનારા ભારતીય પ્રવાસીઓને કુખ્યાત ડિટેનશન સેન્ટરમાં કેદ કરાશે : ઓસ્ટ્રેલિયાની મોરિસન સરકારને કોરોનાનો ચેપ ફેલાવાનો ડર : નિરાશ્રિતો ઉપર દમન ગુજારવા બદલ 2018 ની સાલમાં બંધ કરી દેવાયેલા ક્રિસમસ આઇલેન્ડના તાળા ખોલવાની તૈયારી

મોરિસન : ઓસ્ટ્રેલિયાની મોરિસન સરકારને કોરોનાનો ચેપ ફેલાવાનો ડર સતાવી રહ્યો હોવાથી હવે ઓસ્ટ્રેલિયા આવનારા ભારતીય પ્રવાસીઓને કુખ્યાત ડિટેનશન સેન્ટરમાં કેદ કરવાનું વિચારાઈ રહ્યું છે. આ ડિટેનશન સેન્ટર નિરાશ્રિતો ઉપર દમન ગુજારવા બદલ 2018 ની સાલમાં બંધ કરી દેવાયું હતું. જેના તાળા ખોલવાની તૈયારી થઇ રહી હોવાનું જાણવા મળે છે.જોકે રાજ્ય સરકાર અન્ય વિકલ્પો ઉપર પણ વિચાર કરી રહી છે.

રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકે  ઓસ્ટ્રેલિયન સ્ટેટ વેસ્ટ ઓસ્ટ્રેલિયાના સરકારી પ્રવક્તાને ટાંકીને જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયા  ભારતથી પરત આવતા મુસાફરોને ક્રિસમસ આઇલેન્ડ પર એક અટકાયત કેન્દ્રમાં રાખવાનું વિચારી રહ્યું છે. મહિલા પ્રવક્તાએ એમ પણ કહ્યું હતું કે તેમની રાજ્ય સરકાર કોમનવેલ્થ અટકાયત સુવિધા, રોટનેસ્ટ આઇલેન્ડ અટકાયત સુવિધા સહિતના અન્ય ઘણા વિકલ્પો પર પણ વિચાર કરી રહી છે. અન્ય સૂચવેલ સ્થળોમાં લિયરમૂથ અને બસસેલ્ટન એરપોર્ટ્સ, ઓસલ્ટ્રેલિઅન  એરફોર્સ બેઝ પિયર્સ સહિતના સ્થળોનો નો સમાવેશ થાય છે.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:24 am IST)