Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

યુ.એસ.ના જ્યોર્જિયામાં વસતા ઇન્ડિયન અમેરિકન દંપત્તિને જેલસજા : ભારત સ્થિત કોલ સેન્ટરના માધ્યમ દ્વારા 5 લાખ ડોલરનું કૌભાંડ આચર્યું : સોશ્યલ સિક્યુરિટી અને ટેક સપોર્ટ સ્કેમ્સમાં સંડોવી દેવાની ધમકી આપી અમેરિકાના નાગરિકોને છેતર્યા

જ્યોર્જિયા : જ્યોર્જિયાના ઉત્તરીય જિલ્લામાં યુનાઇટેડ સ્ટેટ્સના એટર્નીની ઓફિસે  29 એપ્રિલએ જણાવ્યા મુજબ ભારત અને ફોન સ્કેમર્સ વતી પતિ-પત્ની મેહુલકુમાર મનુભાઇ પટેલ અને ચૈતાલી દવેને ભારત સ્થિત કોલ સેન્ટરના માધ્યમ દ્વારા 5 લાખ ડોલરનું કૌભાંડ આચરવા સબબ જેલસજા કરવામાં આવી છે.

કાર્યકારી યુ.એસ. એટર્ની કર્ટ આર. એરસ્કાઇનએ  આરોપો અને અદાલતમાં રજૂ કરાયેલી અન્ય માહિતીના આધારે,જણાવ્યા મુજબ  ગુનાહિત ભારત આધારિત કોલ સેન્ટર્સ, સોશ્યલ સિક્યુરિટી અને ટેક સપોર્ટ સ્કેમ્સ જેવા કૌભાંડોનો ઉપયોગ કરીને ટેલિફોન દ્વારા ભોગ બનેલા લોકોને ભ્રમિત કરીને, વૃદ્ધો સહિત યુ.એસ.ના નાગરિકો સાથે 5 લાખ ડોલરનું કૌભાંડ આચર્યું હતું.

તેઓએ સામાજિક સુરક્ષા કૌભાંડના ભાગ રૂપે, ભારત સ્થિત કોલરોના માધ્યમથી પીડિતોને તેમની સામાજિક સુરક્ષા નંબરોના ગુનાઓમાં સંડોવણી હોવાનું જણાવી  ગેરમાર્ગે દોર્યા હતા. તથા તેઓ સંઘીય એજન્ટો તરીકે રજૂ  થયા  હતા.

કોલ  કરનારાઓએ ધમકી આપી હતી કે જો ભોગ બનેલા લોકો પૈસા નહીં મોકલે તો ધરપકડ કરવામાં આવશે.અનેતેઓની  સંપત્તિને નુકસાન પહોચાડાશે .  ભોગ બનેલા લોકોને પટેલ અને દવે સહિતના નેટવર્કમાં જોડાયેલા લોકોને  રોકડ મોકલવા નિર્દેશ આપ્યા હતા.

મે 2019 થી અથવા જાન્યુઆરી  2020  સુધીમાં, પટેલ અને દવેએ કૌભાંડનો ભોગ બનેલા ડઝનેક લોકો દ્વારા મોકલાયેલા 500,000 થી વધુ ડોલરની છેતરપિંડી કરી હતી.

જેના અનુસંધાને  36 વર્ષીય દવેને 28 મી એપ્રિલથી એક વર્ષ, આઠ મહિનાની સજા સંભળાવી હતી, તથા 320,550 ડોલરનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.તથા 36 વર્ષીય પટેલને 1 ડિસેમ્બર, 2020 ના રોજ બે વર્ષ, છ મહિનાની સજા સંભળાવી હતી,અને 259217 ડોલર વળતર  પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(5:37 pm IST)