Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

મુંબઇના પારેખ પરિવારમાં જન્મેલા કોમ્યુનીટી અગ્રણી ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સોનલ ભૂચરનું દુઃખદ અવસાનઃ લંગ કેન્સર સામે ઝઝુમી ૨૦ એપ્રિલના રોજ સુગર લેન્ડ મુકામે શાંતિપૂર્ણ અંતિમ શ્વાસ લીધા

સુગર આઇલેન્ડઃ મુંબઇના શ્રી રમેશભાઇ તથા શ્રીમતિ મંજુબેન પારેખ પરિવારમાં ૩૦ જુન ૧૯૬૦ના રોજ જન્મેલા સુશ્રી સોનલ ભૂચરનું અમેરિકાના સુગર આઇલેન્ડ મુકામે દુઃખદ અવસાન થયું છે. તેમણે લંગ કેન્સર સામે ઝઝુમી ૨૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ શાંતિપૂર્ણ અંતિમ શ્વાસ લીધા હતા.

મુંબઇમાં ફીઝીકલ થેરાપીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ અમેરિકામાં તેમના પતિ પિડીયાટ્રીક ફીઝીશીઅન સુબોધ સાથે ૧૯૮૪ની સાલમાં સુગર આઇલેન્ડ ખાતે સ્થાયી થયા હતા.

કોમ્યુનીટી અગ્રણી તરીકે તેમણે સમગ્ર જીવન દરમિયાન જુદા જુદા ક્ષેત્રે સેવાઓ આપી હતી. તેઓ ફોર્ટ બેન્ડ બોર્ડ ઓફ ટ્રસ્ટીસ, વન સ્ટાર નેશનલ સર્વિસ કમિશન બોર્ડ આર્ટ રિક્રીએશન કલ્ચર, ઇન્ડો અમેરિકન ચેરીટી ફાઉન્ડેશન લિટરરી કાઉન્સીલ સહિત વિવિધ ઓર્ગેનાઇઝેશન્શ સાથે જોડાયેલા હતા.

(8:11 pm IST)