Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

એશિઅન અમેરિકન કમિશનના કમિશ્નર તરીકે શ્રી જોન્જી અનન્થની નિમણુંકઃ હેલ્થકેર સ્ટાર્ટઅપને વેગ આપવા બદલ મેસ્સેચ્યુએટસ સેનેટ પ્રેસિડન્ટ તથા સેનેટર દ્વારા કરાયેલી કદર

મેસ્સેચ્યુએટસઃ ઇન્ડિયન અમેરિકન શ્રી જોન્જી અનન્થની નિમણુંક એશિઅન અમેરિકન કમિશનના કમિશ્નર તરીકે થઇ છે. આ નિમણુંક મેસ્સેચ્યુએટસ સેનેટ પ્રેસિડન્ટ કરેન સ્પિકલા તથા સ્ટેટ સેનેટર મિચેલ મુરેએ સંયુકતપણે કરી છે.

શ્રી અનન્થ બોસ્ટન મંત્ર LLCના પ્રિન્સીપાલ તથા ફાઉન્ડર છે. તેમના નેતૃત્વ હેઠળ હેલ્થકેર સ્ટાર્ટઅપને વેગ મળ્યો છે.  તેઓ TIE બોસ્ટનના ચાર્ટર મેમ્બર છે. કે જે ૬૦ જેટલા વિશ્વ વ્યાપ્ત સ્ટાર્ટ અપ ચેપ્ટર માટેનું નોનપ્રોફિટ નેટવર્ક ગણાય છે. શ્રી ચનન્થ સાહેલી ઇન્ક.ઇન્ડિયા સોસાયટી ઓફ વોર્સટર, કોમ્યુનીટી લીગલ એઇડ. સાઉથ એશિઅન બાર એશોશિએશન સહિત અનેક નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્શ સાથે જોડાયેલા છે.

(8:47 pm IST)