Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

બ્રિટનના વિકાસમાં વિદેશી મૂળના નાગરિકોના યોગદાન માટે ભારતીયો પ્રથમ ક્રમેઃ Yougov Poll ના સર્વેમાં જાણવા મળ્‍યા મુજબ ભારતીય મૂળના નાગરિકો માટે હકારાત્‍મક તથા પાકિસ્‍તાન અને બાંગલાદેશના વતનીઓ માટે નકારાત્‍મક પ્રતિભાવ

લંડનઃ બ્રિટનના વિકાસમાં વિદેશી મૂળના નાગરિકોના યોગદાન વિષે કરાયેલા તાજેતરના સર્વેમાં જાણવા મળ્‍યા મુજબ સ્‍થાનિક પ્રજાજનોએ ભારતીય મૂળના નાગરિકો માટે હકારાત્‍મક પ્રતિભાવ આપ્‍યો હતો. જયારે પાકિસ્‍તાન તથા બાંગલાદેશના વતનીઓ માટે નકારાત્‍મક લાગણી પ્રદર્શિત કરી હતી. Yougov Poll સર્વેમાં પૂછાયેલા પ્રશ્નો દ્વારા ભારતીય મૂળના નાગરિકાને પચ્‍ચીસ ટકા પોઝીટીવ પોઇન્‍ટ મળ્‍યા હતા.

જયારે પાકિસ્‍તાની મૂળના નાગરિકોને ૪ ટકા તથા બાંગલાદેશના વતનીઓને ૩ ટકા નેગેટીવ પોઇન્‍ટ મળ્‍યા હતા. તેવું મસાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:14 am IST)