Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

યુનિવર્સિટી ઓફ શિકાગોમાં મરીન બાયોલોજીકલ લેબ.ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર નિપમ પટેલની નિમણુંક

શિકાગો :  ઇન્ડિયન  અમેરિકન શિક્ષણશાસ્ત્રી શ્રી નિપમ પટેલને શિકાગો યુનિવર્સિટી સાથે જોડાયેલી મરીન બાયોલોજી લેબોરેટરીના નવનિયુકત ડીરેકટર બનાવાયા છે. તથા ફેકલ્ટી મેમ્બર તરીકે નિમણુક આપવામાં આવી છે.

શ્રી પટેલ હાલમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં બર્કલે ખાતે પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યાં છે. તેમજ તેઓ ડીપાર્ટમેન્ટ ઓફ મોલેકયુલર એન્ડ સેલ બાયોલોજીના કો-ચેર છે તેઓ આ અગાઉ ૧૯૯૫ થી ૨૦૦૩ ની સાલ દરમિયાન શિકાગો યુનિવર્સિટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ ઓર્ગેનિઝમલ બાયોલોજી એન્ડ એનેટોમી પ્રોફેસર તરીકે સેવાઓ આપી ચૂકયા છે. તથા લેબોરેટરી ક્ષેત્રનો ૧૭ વર્ષનો અનુભવ ધરાવે છે

 

(12:49 pm IST)