Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

‘‘યુનિટી ઇઝ સ્‍ટ્રેન્‍થ''સૂત્ર સાથે નોર્થ અમેરિકાના ૧૪ સેન્‍ટરમાં યોજાઇ ગયેલી ‘‘BAPS વીમેન્‍સ કોન્‍ફરન્‍સ'' : અગ્રણી મહિલા વકતાઓ, એસેમ્‍બલી વુમન, ન્‍યુજર્સીના પ્રથમ મહિલા સહિતનાઓના ઉદબોધનો દ્વારા મહિલા સશકિતકરણને વેગ આપવાનો પ્રયાસ

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ‘‘યુનિટી ઇઝ સ્‍ટ્રેન્‍થ'' સુત્ર સાથે નોર્થ અમેરિકાના ૧૪ સેન્‍ટરોમાં BAPS વીમેન્‍સ કોન્‍ફરન્‍સ ર૧ એપ્રિલથી પ મે ર૦૧૮ દરમિયાન યોજાઇ ગઇ મામ ઉંમરની મહિલાઓનાસ્ત્રી સશકિતકરણ માટે યોજાયેલી આ કોન્‍ફરન્‍સ જુદા જુદા અગ્રણી વકતાઓએ ઉદબોધનો કર્યા હતાં.

આ ઉજવણી અંતર્ગત એડિસન ન્‍યુજર્સી, ન્‍યુયોર્ક રોબિન્‍સવિલ્લે, વોશીંગ્‍ટન ડીસી, તથા વેસ્‍ટબરો MA ખાતેના BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં ર૦૦૦ જેટલી મહિલાઓ ભેગી થઇ હતી. જેમાં રોબિન્‍સવિલ્લે ખાતે સુશ્રી ધ્રુપી પટેલ વોશીંગ્‍ટન ડીસી મુકામે સુશ્રી અમિતા શુકલા, રોબિન્‍સવિલ્લેમાં ન્‍યુજર્સી સેનેટર સુશ્રી લિન્‍ડા ગ્રીનસ્‍ટેન, ઉપરાંત ડો. તમન્ના કાલરા, ડો. પ્રિયા પટેલ, સુશ્રી નૈમી પટેલ સહિતના વકતાઓએ ઉદબોધન કર્યુ હતું. વેસ્‍ટ બરો મુકામે સુશ્રી ગૌરી ચંદના, સુશ્રી ટેમ્‍મી મરફી, એસેમ્‍બલી વુમન સુશ્રી નિલી રોઝીક (યુયોર્ક) સુશ્રી સુહાગ શુકલા, સુશ્રી એલેન ડોરિઅન સહિતનાઓએ ઉદબોધન કર્યુ હતું.

BAPS વીમેન્‍સ કોન્‍ફરન્‍સ પૂજય પ્રમુખ સ્‍વામીની પ્રેરણાથી શરૂ કરાઇ હતી. જેને પુજય મહંત સ્‍વામી પ્રોત્‍સાહિત કરી રહ્યા છે. કોન્‍ફરન્‍સ અંતર્ગત ઉદબોધનો ઉપરાંત ઉપસ્‍થિત મહિલાઓ વચ્‍ચે પણ વિચારોના આદાન પ્રદાન થયા હતા. વિશેષ માહિતી માટે www.baps.org/News/2018/BAPS-womens-conference-13087.asptx.  દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેમજ  BAPS  નોર્થ અમેરિકા હેડકવાર્ટરનો કોન્‍ટેક નંબર ૭૩ર-૭૭૭-૧૪૧૪ દ્વારા અથવા ઇમેઇલ media@na.baps.org દ્વારા સંપર્ક સાધી શકાય છે. તેવું શ્રી લેનિન જોશીની યાદી જણાવે છે.

 

 

(11:14 pm IST)