Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

શિકાગો નજીક ઉત્તરદિશામાં ગ્રેલેક ટાઉનમાં આવેલ હિંદુ ટેમ્પલ ઓફ કૂક કાઉન્ટીમાં નરસિંહ ચતુર્દેશી ઉત્સવની હરિભકતોએ રંગેચંગે કરેલી શાનદાર ઉજવણી :હરિભકતોએ ભગવાનજીની પ્રતિમાઓને વસ્ત્રો અર્પણ કર્યા :શિકાગોના જાણીતા સંગીતના કલાકારો અતુલ સોની, કમલેશ દેસાઇ, રીટા પટેલે સુંદર રીતે પ્રાસંગિક ભજનો રજૂ કર્યા

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) :શિકાગો નજીક ઉત્તર દિશામાં આવેલ ગ્રેસ લેક ટાઉનના હિંદુ મંદિર ઓફ લેક કાઉન્ટીમાં એપ્રિલ માસની ર૮ મી તારીખને શનિવારે નરસિંહ ચતુર્દેશી ઉત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર મંદિરને સુશોભીત વસ્તુઓથી શણગારવામાં આવ્યું હતું અને તેમાં ભારતીય સમાજના તમામ હરિભકતોએ ભાગ લીધો હતો.

આ ઉત્સવની ઉજવણી સવારે અગીયાર વાગે શરૂ થઇ હતી અને તેમાં શ્રી સુદર્શનજીની પ્રતિમાઓને પવિત્ર પાણી તેમજ ફળોના રસ અને ફુલોનો અભિષેક કરવામાં આવ્યો હતો અને આ તમામ વિધિઓ મંીદર પંડીત ગણેશજીએ ભાવપૂર્વક કરી હતી. આ પ્રસંગે તમામ ભગવાનની પ્રતિમાઓને નવા વસ્ત્રો અર્પણ કરીને શણગારવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભગવાનની તમામ પ્રતિમાઓને ભોગ ધરાવવામાં આવ્યા હતા.

શિકાગોના જાણીતા સંગીતકારો અતુલભાઇ સોની રીટાબેન પટેલ તેમજ કામલેશભાઇ દેસાઇ તથા અરવિંદભાઇ પટેલે આ પ્રસંગે સુંદર ભજનો રજૂ કર્યા હતા અને સૌ હરિભકતોએ તેમાં જરૂરી સાથે આપ્યો હતો.

આ પ્રસંગની ઉજવણીમાં નાની વયના બાળકોએ ભકત પ્રહલાદ અને નારદના પાત્રોની સુંદર ભૂમિકા ભજવી હતી. આ વેળા મંદિર પંડીત જોશીજી તેમજ ગણેશજીએ ભગવાન નરસિંહને આવકાર આપ્યો હતો અને ત્યારબાદ તેમની આરતી ઉતારવામાં આવી હતી.

અંતમાં પંડિતજીએ હાજર રહેલા સૌ હરિભકતોને આશીર્વાદ આપ્યા હતા અને આરતીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ લોકો મહાપ્રસાદ લઇને વિખુટા પડયા હતા.

(8:32 pm IST)