Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

યુ.એસ.માં કોન્‍સ્‍યુલેટ-જનરલ ઓફ ઇન્‍ડિયા ખાતે ગુજરાતનો પ૮ મો સ્‍થાપના દિવસ ઉજવાયો : જુદા જુદા સ્‍ટેટના ગુજરાતી એશોશિએશનના ૧૭પ જેટલા પ્રતિનિધિઓની ઉપસ્‍થિતિ : કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણીનો શુભેચ્‍છા સંદેશ વાંચી સંભળાવ્‍યો : મીટ એન્‍ડ ગ્રીટ, ભારતના રાષ્‍ટ્રગીતનું ગાન, જય જય ગરવી ગુજરાત વીડિયો નિદર્શન, ઉદ્‌્‌બોધનો, મનોરંજન કાર્યક્રમ તથા સ્‍વાદિષ્‍ટ ભોજન સાથે કરાયેલી રંગેચંગે ઉજવણી

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ન્‍યુયોર્ક સ્‍થિત કોન્‍સ્‍યુલેટ જનરલ ઓફ ઇન્‍ડિયા ખાતે ર મે ર૦૧૮ના રોજ ગુજરાત રાજયનો પ૮ મો વાર્ષિક સ્‍થાપના દિન ઉજવાઇ ગયો.

ફેડરેશન ઓફ ઇન્‍ડિયન એશોશિએશન ઓફ ટ્રીસ્‍ટેટ તથા યુ.એસ.ના જુદા જુદા સ્‍ટેટના ગુજરાતી એશોશિએશનો દ્વારા ઉજવાઇ ગયેલા આ ગુજરાત રાજયના પ૮માં સ્‍થાપના દિન પ્રસંગે ગેસ્‍ટ ઓફ ઓનર તરીકે ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ માનનનીય શ્રી સંદીપ ચક્રવર્તીએ હાજરી આપી હતી. આ પ્રસંગે ૧૭પ જેટલા આમંત્રિતો, ત્રિસ્‍ટેટના તથા ફિલોડેલ્‍ફીઆ, અને વાલ્‍ટીમોરના કોમ્‍યુનીટી અગ્રણીઓ હાજર રહ્યા હતાં.

આ તકે મીટ એન્‍ડ ગ્રીટ બાદ ભારતના રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું તથા જય જય ગરવી ગુજરાત વીડિયો દર્શાવાયો હતો. FIA  પ્રેસિડન્‍ટ શ્રી સુજલ પરીખે સહુનું સ્‍વાગત કર્યુ હતું. તથા કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીને મોમેન્‍ટો ઓફ ગુજરાત અર્પણ કર્યો હતો.

કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તીએ ગુજરાતની સંસ્‍કૃતિને બિરદાવતું ઉદ્‌્‌બોધન કર્યુ હતું તથા આગામી ૧૯ ઓગ. ર૦૧૮ના રોજ .... ત્રિસ્‍ટેટ આયોજીત ન્‍યુયોર્ક ખાતેની ઇન્‍ડિયા ડે પરેડમાં સામેલ થવા સહુને આમંત્રણ આપ્‍યુ હતું. તથા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો શુભેચ્‍છા સંદેશ વાંચી સંભળાવ્‍યો હતો.

આ તકે ગુજરાત ના વિધાનસભમા શ્રી યોગેશ પટેલને સ્‍પેશ્‍યલ ગેસ્‍ટ તરીકે હાજરી આપી પ્રાસંગિક ઉદ્‌્‌બોધન કર્યુ હતુ. તથા સુશ્રી રાધિકા મેગાનાથન લિખિત બુક ‘‘ધ ગુરૂકુલ ક્રોનિકલ્‍સ''નું લોંચીંગ કરાયું હતું.

ઉજવણીના સમર્થન માટે હાજર રહેલા અન્‍ય ઓર્ગેનાઇઝેશન્‍સ પ્રતિનિધિઓમાં ... ચેરમેન શ્રી રમેશ પટેલ, પરિખ વર્લ્‍ડ વાઇડ મીડીયાના ડો. સુધીર પરીખ, ઓમકારા ચેરમેન શ્રી પિનાકીન પાઠક, ગુજરાતી સમાજ ઓફ ન્‍યુયોર્કના શ્રી વિષ્‍ણુ પટેલ, ગુજરાતી સમાજ ઓફ બાલ્‍ટીમોરના શ્રી રૂરલ શાહ, ગુજરાતી સમાજ ઓફ દેલવારે વેલ્લીના શ્રી ભુપેશ શાહ, વૈશ્નવ પરિવાર ઓફ કનેકટીકટના શ્રી રાજીવ દેસાઇ, ઇન્‍ડિયા પર્ફોમીંગ આર્ટ સેન્‍ટરના સુશ્રી સ્‍મિતા (મિકી) પટેલ, તથા રાજભોગના શ્રી અરવિંદ પટેલ સહિતનાઓનો સમાવેશ થતો હતો.

શ્રી નિશી પરીખએ કાવ્‍યમય શૈલીયો સહુને મનોરંજન પુરૂ પાડયું હતું. સ્‍થાનિક ગાયકોએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવી હતી. SBU રાસ ગૃપના પ્રિયા તથા સુશ્રી સ્‍મિતા પટેલના નૃત્‍યુ ગૃપે સહુને મંત્રમુગ્‍ધ કરી દીધા હતાં. ગુજરાત સ્‍થાપના દિવસ કમિટી વતી ડો. તુષાર પટેલએ સહુનો આભાર માન્‍યો હતો. સ્‍વાદિષ્‍ટ ગુજરાતી ભોજન રાજભોગ ફુડસના શ્રી અરવિંદ પટેલ દ્વારા પુરૂ પડાયું હતું. તેવું ડો. તુષાર પટેલની (૮૪૮-૩૯૧-૦૪૯૯) ની યાદી જણાવે છે.

(11:37 pm IST)