Gujarati News

Gujarati News

News of Sunday, 6th May 2018

એરીઝોના રાજયની કેપીટલ સીટી બેટનરૂજમાં આવેલી ઓકસનર મેડીકલ સેન્‍ટર નામની એક અધતન હોસ્‍પીટલમાં કચ્‍છમાં ઉછરેલ જયોતિધ રોડ ગાલા કેજેઓ ચીફ પરર્યુશનિસ્‍ટ અને એકમો સ્‍પેશીયાલીસ્‍ટ તરીકે ફરજ બજાવે છે તેમણે મુંબઇ નજીક દહીંસર ટાઉનમાં ધુંટણના સારવાર કેમ્‍પનું કરેલ આયોજનઃ ધુંટણના કરવામાં આવેલ ઓપરેશનોમાં માટે આશીર્વાદરૂપ ફળદાયીક સાબીત થઇઃ દહીંસર ખાતે યોજવામાં આવેલ આ ઘુંટણના સારવાર કેમ્‍પમાં ૮૨ જેટલા ઓપરેશનો કરવામાં આવ્‍યા જેમાં ૨૨ જેટલા જૈન સાધુઓ તથા સાધ્‍વીજી મહારાજ સાહેબોનો સમાવેશ થાય છે

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ઘુંટણમાં થતા દુખાવાના દર્દીઓ માટે એક શુભ સમાચાર છે  સામાન્‍ય રીતે ઘુંટણમાં થતા દુખાવાથી પિડાતા દર્દીઓને હાલમાં ઓપરેશન દ્વારા તે દર્દને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ આધુનિક સમયમાં એક નવીન ટેકનીક અસ્‍તિત્‍વમાં આવેલ છે અને તે સ્‍ટેમસેલ પધ્‍ધતિથી ઘુંટણીની અસરકારક રીતે સારવાર થાય છે.

ગયા જાન્‍યુઆરી માસમાં મુંબઇ નજીક દહીંસર ટાઉનમાં ઘુંટણની સારવાર માટે એક કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને આ નવીન પધ્‍ધતિથી દર્દીઓના ઘુંટણીની સારવાર કરવામાં આવી હતી. અને જેમાંના મોટા ભતાના દર્દીઓને તેનાથી અનેક પ્રકારની રાહતો થયાના સમાચારો સાંપડયો છે.

અમેરીકાના લુમીયાના રાજયના બેટનરૂજ ટાઉન કે જે આ રાજયની કેપીટલ સીટી છે તેમાં ઓકસનર મેડીકલ સેન્‍ટર નામની એક અધતન હોસ્‍પીટલ આવેલ છે જેમાં ગુજરાત રાજયના કચ્‍છ વિસ્‍તારમાં ઉવરેલ અને ભારતીય સમાજની અગ્રણી મહિલા જયોતિ ઘરોડ ગાલા ચીફ પફયુશનિસ્‍ટ અને એકમો સ્‍પેશીયાલીસ્‍ટ તરીકે ફરજ બજાવે છે તેમણે તાજેતરમાં મહાવીર જયોત દ્વારા બીજી ઘુંટણ શિબિરનું આયોજન મુંબઇ નજીક દહીંસર ટાઉનમાં આવેલ નવનીત હાઇટેક હોસ્‍પિટલમાં કર્યુ હતું.

દહીંસર ટાઉનમાં ત્રણ દિવસ માટે યોજવામાં આવેલ આ ઘુંટણના સારવાર કેમ્‍પમાં વિવિધ સંપ્રદાયના ૨૨ ઘુંટણો અને અન્‍યોના ૬૦ સહીત કુલ્લે ૮૨ જેટલી વ્‍યક્‍તિઓના ઘુંટણની સારવાર કરવામાં આવી હતી અને તે દ્વારા મોટા ભાગના દર્દીઓને સારા એવા પ્રમાણમાં રાહતો થઇ હતી આ કેમ્‍પમાં સૌથી નાની વયના ૪૨ વર્ષ અને મોટી ઉમરના ૮૮ વર્ષની વયના દર્દીઓને સમાવેશ થતો હતો.

આ અંગેની માહિતી આપતા જયોતિ ધરોડ ગાલાએ અમારી મુલાકાતમાં જણાવ્‍યુ હતુ કે આ કેમ્‍પમાં સારવાર દરમ્‍યાન ૧૫૧ જેટલા સ્‍ટેમ્‍પસેલોનો વપરાશ થયેલો છે જેમાં ૮૩ જેટલા  બ્‍લડ સ્‍ટેમ્‍પ સેલો અને ૬૮ જેટલા બોનમેરો સ્‍ટેમ્‍પસોલોના સમાવેશ થાય છે.

ધુંટણની સારવારમાં મારી સાથે ડોકટરો તેમજ એનેસ્‍થેરિસ્‍ટો અને નર્સોએ સારી એવી કામગીરી બજાવી હતી અમોએ દર્દીઓના હાથમાં જોઇતા પ્રમાણમાં લોહી લીધુ હતુ અને ઘુંટણ પાસે ટીબિયામાંથી બોનમેરો લીધો હતો.

દહીંસરમાં મહાવીર જયોતના સહયોગથી જે શિબિરનું આયોજન કરવામાં આવેલ તેમાં ડો શેટ્ટી, ડો મિસિસમાં ડકે, ડો દિક્ષિત, પ્રો.ઉપેન સાવલા, કૃપાલી શાહ, સીસ્‍ટર મોની, નેમજીભાઇ ગંગર, સુનીલસિંઘ, મહેન્‍દ્રભાઇ સગોઇ, ભરત ગાલા, નિતિન સત્રા, મનોજ શાહ, જીતુભાઇ દેઢિયા, પ્રતિક્ષા ખોના અને અન્‍ય શૂભેચ્‍છકોએ સારો એવો સહયોગ આપ્‍યો હતો.

આ સારવારનો કેમ્‍પ નહિ નફોના ધોરણે યોજવામાં આવ્‍યો હતો તેમજ ખાનગી દર્દીઓ પાસેથી ફકત નજીવ ફી લેવામાં આવી હતી જયારે જૈન સાધુઓ અને સાધ્‍વીજીઓને વિના મુલ્‍યે સેવાઓ કરવામાં આવી હતી. આ અગાઉ સૌ પ્રથમ વખત ઘુંટણના ઓપરેશનની શિહિબ કચ્‍છમાં યોજવામાં આવી જેમાં ૫૫ જેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી.

દર્દીના શરીરના લોહી, બોનમેરો વિગેરે વડે સ્‍ટેમસેલ પધ્‍ધતિથી ઇન્‍જેકસન આપીને ઘુંટણની સારવાર કરતા જયોતિ ધગેડ ગાલા અમેરીકામાં એક માત્ર કચ્‍છી ચીફ પફર્યુશનિસ્‍ટ છે. તેમણે પોતાના ક્ષેત્ર ઉપરાંત સ્‍ટેમસેલ પધ્‍ધતિની સારવારમાં વૈજ્ઞાનિક રીતે સંશોધન કરીને એક નવીન પ્રકારની નિપુણતા પ્રાપ્ત કરેલ છે તેઓ કચ્‍છમાં આવેલ પત્રી ગામના રહીશ કેસરબેન નાનજી ધરોડની સુપુત્રી અને સડાઉ ગામના ઇલેકટ્રોનિક એન્‍જીનીયર મોહિત લક્ષ્મીચંદ ગાલાના પત્‍નિ છે. તેમનુ ઇમેઇલ એડ્રેસ mahaviriy0826@gmail છે.

(1:07 am IST)