Gujarati News

Gujarati News

News of Sunday, 6th May 2018

‘‘શ્રી શનિ દેવ જયંતિ'': અમેરિકાના ન્‍યુયોર્કમાં આવેલા શ્રી શનિશ્વરા ટેમ્‍પલમાં ૧૫ મે થી ૧૯મે દરમિયાન થનારી ઉજવણીઃ હોમ, હવન, તેલ અભિષેકમ પ્રીતિ પૂજા, તથા શાંતિ પૂજા દ્વારા તમામ પ્રકારના દોષો દૂર કરવાની તક

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વરા ટેમ્‍પ, ૧૬૧૬, હિલસાઇડ એવન્‍યુ, ટેમ્‍પલ સ્‍ટુટ, ન્‍યુ હાઇડ પાર્ક, ન્‍યુયોર્ક મુકામે ૧૫ મે થી ૧૯મે ૨૦૧૮ દરમિયાન શ્રી શનિદેવ જયંતિ ઉજવાશે.

ઉજવણી અંતર્ગત હોમ, હવન, યજ્ઞ, તેલ અભિશેકમ, પ્રીતિ પૂજા, શાંતિ પૂજા, સહિતના આયોજનો દ્વારા તમામ પ્રકારના દોષોનું નિવારણ કરવાનું આયોજન કરાયું છે.

પૂજામાં ભાગ લેવા તથા ડોનેશન માટે કોન્‍ટેક નં.૫૧૬-૩૫૮-૯૪૦૨ દ્વારા સંપર્ક સાધવા ટેમ્‍પલની યાદીમાં જણાવાયું છે.

(1:06 am IST)