Gujarati News

Gujarati News

News of Sunday, 6th May 2018

''વૈશ્નવોને વધાઇ'': અમેરિકામાં દ્વારકાધિશ મંદિર, પાર્લિન, ન્યુજર્સીની નવી હવેલીની અરજી મંજુરઃ ભૂમિપૂજનની તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ શ્રી દ્વારકાધીશ પ્રભુની અસીમ કૃપાથી શ્રી ભકિતનીધિ ઇન્ક. સંચાલિત શ્રી દ્વારકાધીશ મંદિર પાર્લિન ન્યુજર્સીની નવી હવેલીની એપ્લીકેશનની મંજૂરી આજરોજ (મે, ૦૨, ૨૦૧૮) સેરવીલ ટાઉનશીપ પ્લાનનીંગ બોર્ડ દ્વારા પ્રાપ્ત થયેલ છે.

ખરેખર આ શુભ સમાચાર સર્વે વૈષ્ણવજનના સાથ અને સહકારથી પ્રાપ્ત થયેલ છે. નવી હવેલીનું ભૂમી પૂજનની તારીખ તથા સમય ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(8:37 pm IST)