Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

H-1B વિઝાધારકોએ વ્હાઇટ હાઉસમાં પિટિશન કરી : કોવિદ -19 ને કારણે નોકરી ગુમાવી હોવાથી 60 દિવસને બદલે 180 દિવસ સુધી રોકવાની મંજૂરી આપો

વોશિંગટન : અમેરિકામાં કોરોના વાઇરસની ભયંકર અસરને કારણે અનેક ઉદ્યોગો બંધ હોવાથી તેમાં કામ કરતા કર્મચારીઓ બેરોજગાર બની ગયા છે.જે પૈકી અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા લોકો બેરોજગારી ભથ્થું માંગવા લાગ્યા છે.પરંતુ H-1B  વિઝાધારકો કે જેઓ ઇમિગ્રન્ટ તરીકે આવેલા છે.તેઓ માટે નોકરીમાંથી છુટા થયા બાદ પોસ્ટ વિઝા માટે 60 દિવસનો સમય આપવામાં આવે છે.જે સમય હાલની પરિસ્થિતિમાં ઓછો પડે તેમ હોવાથી વ્હાઇટ હાઉસ સમક્ષ આ મુદત 180 દિવસની કરી આપવા પિટિશન દાખલ કરાઈ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:03 pm IST)