Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ શરૂ કરેલી કોવિદ-૧૯ સામેની લડાઇમાં સહુ સાથ આપોઃ પી.એમ. કેર્સ ફંડમાં ડોનેશન આપી મદદરૂપ થવા ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટી અગ્રણી ડો. વિઠલભાઇ ધડુકની અપીલ

ડો. ધડૂકે પોતાના દેશપ્રેમની ભાવના સાબિત કરતાં PM રાહત ફંડમાં ૧ કરોડ રૂપિયાનું ડોનેશન કર્યું

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ હાલનો કઠિન સમય કોઇ એક કોમ્યુનીટી, જાતિ, સ્ટેટ કે દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે છે. આ સમયે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇએ કોવિદ-૧૯ સામે શરૂ કરેલી લડતને સમગ્ર વિશ્વના નેતાઓએ બિરદાવી છે. તેમણે લીધેલુ સમયસર લોકડાઉનનું પગલું તથા અન્ય ઉપાયો આપણે સહુએ બિરદાવવા જ જોઇએ તથા તે માટે ગૌરવ અનુભવવું જોઇએ. સાથો સાથ આ સમય આપણાં  ગરીબ ભાઇ બહેનો તથા આબાલવૃધ્ધ માટે નાણાંકિય મુશ્કેલી સર્જવાવાની  પણ છે તેથી આ સંજોગોમાં શ્રી નરેન્દ્રભાઇએ વિચારેલ નાણાંકિય વ્યવસ્થામાં આપણે સહકાર આપવો જોઇએ.

આ માટે પ્રાઇમ મિનિસ્ટર ફંડ શરૂ કરાયું છે જેમાં મારા સહુ સાથીદારો, કોમ્યુનીટી આગેવાનો, હિતેચ્છુઓ, તથા સહુ મિત્રોને આ ફંડમાં ડોનેશન આપવા અપીલ કરૃં છું. આ ડોનેશનની રકમ ટેકસ ફ્રી છે અને ડાયરેકટ બેંક એકાઉન્ટમાં જમા કરાવી શકાય છે. ડો. ધડૂકે પોતાના દેશપ્રેમની ભાવના સાબિત કરતાં PM રાહત ફંડમાં ૧ કરોડ રૂપિયાનું ડોનેશન કર્યું હોવાનું જાણવા મળે છે.

મારા પત્ની રંજન અને હું અમે બન્ને આ મુશ્કેલીભર્યા સંજોગોમાં ઉદાર હાથે ડોનેશન આપવા તેમજ પોતાના ઘરોમાં સલામત રહેવા સહુને વિનંતી કરીએ છીએ તથા સહુનો આભાર માનીએ છીએ.

ડોનેશન આપવા માટે PM CARES નો એકાઉન્ટ નંબર 2121PM20202 છે.

IFSC કોડ : SBININBB104

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હી મેઇન બ્રાંચ

UPI ID PMcares@SBi

અથવા

pmindia.gov.in દ્વારા પણ

(૧) ડેબીટ કે ક્રેડીટ કાર્ડ દ્વારા

(ર) ઇન્ટરનેટ બેન્કીંગ દ્વારા

(૩)  UPI(BHIM, PhonePe, Amazon Pay, Google Pay, PayTM, Mobikwik.etc)

(૪) RTGS/NEFT દ્વારા પણ ડોનેટ કરી શકાય છે. તેવું શ્રી વિઠલભાઇ ધડુકની યાદી જણાવે છે.

(12:00 am IST)