Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

''મેડીટેશન,એકસરસાઇઝ, ડાએટ એન્ડ સ્લીપ (MEDS)'': હેપ્પી હયુમન માટે ૪ મહત્વની માસ્ટર કીઃ યુ.એસ.માં સાઉથ એશિઅન હાર્ટ સેન્ટરના લાભાર્થે યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં સુશ્રી ગોપી કલ્લાઇલનું ઉદબોદન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ૨૩ માર્ચ ૨૦૧૯ના રોજ ''એ નાઇટ ઓન ધ કાર્લેટ એક્ષપ્રેસ'' વાર્ષિક ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો.

સાઉથ એશિઅન હાર્ટ સેન્ટર અલ કેમિનો હોસ્પિટલના લાભાર્થે કોમ્યુટર હિસ્ટરી મ્યુઝીઅમ ખાતે યોજાઇ ગયેલા આ પ્રોગ્રામમાં સેન્ટર સંચાલિત સ્ક્રિનીંગ, સંશોધન તથા રોગોને થતા અટકાવવા માટેના ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૨ લાખ ૩૬ હજાર ડોલર ભેગા થઇ ગયા હતા. જેમાં ૨૦૦ જેટલા ડોનર્સ, ફીઝીશીઅન્શ કોમ્યુનીટી લીડર્સ તથા શુભેચ્છકોએ હાજરી આપી હતી.

આ તકે હેપ્પી હયુમન માટે ચાવીરૂપ ગણાતા મેડીટેશન, એકસરસાઇઝ, ડાએટ તથા સ્લીપ (MEDS) વિષે સુશ્રી ગોપી કલ્લાઇલએ સમજુતિ આપી હતી.

(9:22 pm IST)