Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

અમેરિકાના ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિરૂધ્ધ શીખ સંગઠનની ફરિયાદઃ ભારતથી આવેલા નિરાશ્રિતો સાથે ઓરમાયુ વર્તન કરી હેરાન કરાતા હોવાની રાવ

વોશીંગ્ટનઃ અમેરિકાના સૌથી મોટા ગણાતા શીખ સંગઠનએ ઇન્સ્પેકટર જનરલ ઓફ ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા મુજબ ભારતથી ગેરકાયદે અમેરિકામાં આવેલા નિરોશ્રિતો કે જેઓમાં મોટા ભાગના શીખો છે તેમની સાથે ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે.

લાંબા સમય સુધી સેન્ટરમાં કેદ રાખવા છતા પ્રશ્નોનો નિકાલ નહીં લવાતા આ નિરાશ્રિતો ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. તેમને ફરજીયાત નળી વાટે પ્રવાહી આપવાની કોશિષ કરાતી હતી. તેમજ તમામ નિરાશ્રીતોને શારિરીક પીડાઓનો સામનો કરવો પડતો હતો.

જો કે શીખ સંગઠને ૧ એપ્રિલના રોજ નોંધાવેલી ફરિયાદનો ૩ એપ્રિલ સુધી કોઇ જવાબ પાઠવાયો નહોતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:20 pm IST)