Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા ૨૫ કુંડી મહા વિષ્ણુયાગ અંતર્ગત ધ્વજારોહણ કરવામાં આવ્યું

અમદાવાદ તા.10  અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે, વીસ એકરમાં પાણીના વિશાળ સરોવર સહિત પચાસ એકરમાં પથરાયેલ શ્રી સ્વામિનારાયણ ગુુરૂકુલ વિશવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા શ્રી સ્વામિનારાયણ સનાતન મંંદિર સવાનાહ ખાતે શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, આગામી તા.૧૭ થી ૨૧ અેપ્રીલ દરમ્યાન મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

 આ પુનિત પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે શ્રીમદ્ ભાગવત કથા તેમજ બાળમંચ, યુવા મંચ, વગેરે અનેક આયોજનો કરવામાં આવેલ છે.

મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત  ૨૫ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરવામા આવેલ છે. યજ્ઞ શુભારંભ પહેલા તેના નિર્માણ કાર્યના આરંભે ભૂમિપૂજન કરી શા.માધવપ્રિયદાસજી સ્વામીના હસ્તે ધ્વજારોહણ કરવામા આવ્યુ હતું.

અમેરિકાની ધરતી પર પ્રથમ વાર વૈદિક વિધિ વિધાન સાથે આટલા મોટા પાયે ૨૫ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન થઇ રહેલ છે.

યજ્ઞશાળાના નિર્માણ કાર્યમાં અમેરિકાના સ્થાનિક હરિભકતો તથા લંડનથી ગોવિંદભાઇ રાઘવાણી, જીતુભાઇ હાલાઇ, દિપેશ ભૂડીયા, કાંતિલાલ ભૂડિયા, રાહુલ વિકરિયા, વગેરે જોડાઇ રહ્યા છે.

સનાતન મંદિરમાં વર્ષ દરમ્યાન ઉજવાતા તહેવારો

રાજ્યના સવાનાહ  સ્વામિનારાયણ  સનાતન મંદિર ખાતે શા.માધવપ્રિ્યદાસજી સ્વામીની પ્રેરણાથી, ગુરૂકુલના સંતો શ્રી  વેદાન્તસ્વરૂપદાસજી સ્વામી તથા ભકિતવેદાન્તદાસજી સ્વામી તથા  કુંજવિહારીદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે, દર વરસે ભારતમા ઉજવાતા તમામ પર્વો જેવાં કે, દિપાવલી, નૂતન વર્ષ, જન્માષ્ટમી, ગણેશોત્સવ, ઉત્તરાયણ,  શિવરાત્રી, હનુમાન જયંતી, રામ નવમી, નવરાત્રી, સ્વામિનારાયણ જયંતી, ફુલદોલોત્સવ, હોલિકા ઉત્સવ, જલારામ જયંતી વગેરે તમામ ઉત્સવો ઉજવાય છે.  અને પવિત્ર ભૂદેવો દ્વારા શિવપુરાણની અને સત્યનારાયણની કથા પણ થાય છે.

પ્રતિષ્ઠિત થનારા દેવો

રાજ્યના સવાનાહ ખાતે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં આગામી તા.૧૭ થી ૨૧ એપ્રિલ દરમ્યાન મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે રામ-શ્યામ અને ઘનશ્યામ ભગવાન, શિવ પરિવાર (શિવ, પાર્વતી, ગણપતી, કાર્તિક સ્વામી), હનુમાનજી મહારાજ, શ્રીનાથજી ભગવાન, દ્વારિકેશલાલજી મહારાજ, જગન્નાથ  ભગવાન, તિરૂપતિ બાલાજી, અંબામા, જલારામબાપા વગેરે દેવોની પ્રતિષ્ઠા થાશે.

પ્રથમ વાર મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ

સવાનાહ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરમાં આગામી તા.૧૭ થી ૨૧  એપ્રિલ દરમ્યાન મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે પવિત્ર ભૂદેવોના મંગળ વેદગાન સાથે ૨૫ કુંડી મહાવિષ્ણુયાગ શરૂ થશે.

        અગ્નિદેવને યજ્ઞ કુંડમાં પધરાવી ગાયના ઘી, જવ, તલ, સમિધથી જનમંગળ સ્તોત્ર, સર્વમંગળ સ્તોત્ર, વિષ્ણુસહસ્ત્ર નામાવલિથી યજ્ઞકકુંડમાં અગ્નિનારાયણને આહુતિ આપવામાં આવશે.

        ખરેખર યજ્ઞકુંડ એ પરમત્માનું સ્વરૂપ છે. અને અગ્નિદેવ અે પરમાત્માનું મુખ છે. અગ્નિદેવ સમર્પિત થયેલ હુત દ્રવ્યોને વરૂણદેવ સુધી પહોંચાડે છે. જેથી વરૂણદેવ વરસાદ વરસાવે છે. ખરેખર યજ્ઞમાં હોમાતા દ્વવ્યો પર્યાવરણને શુદ્ધ કરે છે. અને યજ્ઞ કરવાથી યજ્ઞકર્તાને મનોવાંછિત ફળ મળે છે.

 

(12:33 pm IST)
  • દેશના વડાપ્રધાન મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્રી મોરારજી દેસાઇની આજે પુણ્યતિથિ : ભાજપના પુર્વ રાષ્ટ્રીય મહામંત્રીશ્રી સંજયભાઇ જોશીએ ટવીટ કરી આજે દેશના છઠ્ઠા વડાપ્રધાન દિવંગત શ્રી મોરારજીભાઇ દેસાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરતા તેમના શબ્દો નિરૂાયા હતા. '' જબ તક ભારત કા રાજકાજ અપની ભાષામંે નહિ ચલેગા, તબ તક હમ યહ નહિ કહે શકતે કિ દેશમે સ્વરાજ હૈઃ પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્ર સેવા અને વિચારધારાને સમર્પિત કરનાર આ ગુજરાતના પનોતા પુત્રને શત શત વંદન access_time 3:54 pm IST

  • એટીએમના લાખોના ફ્રોડ બદલ ઝડપાયેલા હરિયાણાના ઈમરાન અને અઝરૂદ્દીનને ૧૦ દિવસ રીમાન્ડ પર સોંપતી કોર્ટઃ રાજકોટ પોલીસ તપાસાર્થે અન્ય રાજ્યોમાં જશે access_time 3:50 pm IST

  • ઐતિહાસિક ઘડી :500 ટ્રિલિયન કીમી અંતરે રહેલા 'Black Hole'ની પહેલી તસ્વીર:વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બ્લેક હોલ સોલર સિસ્ટમથી અનેક ગણી મોટી:તેનો ભારત સૂર્યનાં ભારથી 6.5 બિલિયન (અબજ) ગણુ વધારે છે access_time 12:49 am IST