Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

‘‘ખુલ જા સિમસિમ'' : દુબઇ સ્‍થિત ભારતીય મુળના નાગરિક જોન વર્ગીસને ૧.ર૦ કરોડ દિરહામ (અંદાજે ર૧ કરોડ રૂપિયાનો) જેપોટ

દુબઇ : જેકપોટ ‘‘ખુલ જા સિમસિમ'', દુબઇમાં વસતા ભારતીયો લોટરી જીતવામાં આવ્‍વલ નંબરે છે. મોટા ભાગે ૧૦ લોટરી વિજેતાઓ પૈકી ૮ ભારતીય મુળના નાગરિકો હોય છે. જેમાં તાજેતરમાં એકનો ઉમેરો થયો છે. જે મુજબ ર૦૧૬ની સાલમાં દુબઇ ગયેલા તથા ડ્રાઇવર તરીકે નોકરી કરતા ભારતના કેરળના વતની જોન વર્ગીસને ૧.ર૦ કરોડ હિરહામ (અંદાજે ર૧ કરોડ રૂપિયા) ની લોટરી  લાગી છે.

આપટલી મોટી રકમમાંથી તો તે સૌપ્રથમ એક સ્‍માર્ટ ફોન ખરીદવા માંગે છે. કારણ કે અત્‍યાર સુધી તે સાદો ફોન વાપરતો હતા. બાકીની રકમ પરિવાર, બાળકો, તથા મિત્રોને મદદરૂપ થવા વાપરવા માંગે છે. તેમણે જણાવ્‍યું હતું.

(10:55 pm IST)