Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

વિશ્વ વિખ્‍યાત ફોર્બ્‍સ મેગેઝીનની ફાઇનાન્‍સ કાઉન્‍સીલમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી રૂષિ શાહઃ લીડરશીપ આર્ટીકલ તથા ઉદ્યોગોને લગતા વિષયોનું સંપાદન કરશે

શિકાગોઃ યુ.એસ.ની આર્સ કોનલોન કેપિટલના સીઇઓ ઇન્‍ડિયન અમેરિકન શ્રી રૂષિ શાહનો સમાવેશ સુપ્રસિદ્ધ ફોર્બ્‍સ ફાઇનાન્‍સ કાઉન્‍સીલમાં કરાયો છે. તેઓ એકાઉન્‍ટીંગ, ફાઇનાન્‍શીઅલ પ્‍લાનીંગ, વેલ્‍થ તથા એસ્‍ટેટ મેનેજમેન્‍ટ અને ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ફર્મ્‍સ ક્ષેત્રે એક્‍ઝીક્‍યુટીવ તરીકે જવાબદારી સંભાળશે તથા લીડરશીપ આર્ટીકલ અને ઉદ્યોગોને લગતા વિષયોનું સંપાદન કરશે.

શિકાગો સ્‍થિત આર્સ કોનલોન કેપિટલમાં ૨૭ વર્ષનો અનુભવ ધરાવતા શ્રી રૂષિ શાહએ ફોર્બ્‍સ જેવા સુપ્રતિષ્‍ઠિત મેગેઝીનમાં સ્‍થાન મળતા હર્ષ વ્‍યકત કર્યો છે. તેમણે યુનિવર્સિટી ઓફ શિકાગોની બુથ સ્‍કૂલ ઓફ બિઝનેસમાંથી MBA કર્યું છે તથા યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાંથી એકાઉન્‍ટીંગ એન્‍ડ ફાઇનાન્‍સ વિષય સાથે B.S.ની ડીગ્રી મેળવેલી છે.

(10:53 pm IST)