Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

વોઇસ ઓફ અમેરિકાસ હોટેલ ઓનર્સ : યુ.એસ.માં ઇન્‍ડસ્‍ટ્રી લીડરશીપ, એજયુકેશન એડવોકસી તથા પ્રોફેશ્નલ ડેવલપમેન્‍ટ ક્ષેત્રે કાર્યરત AAHOA : મેરી લેન્‍ડમાં મળેલા ત્રિદિવસિય વાર્ષિક સંમેલનમાં સરકારી અધિકાીરઓ, કોમ્‍યુનીટી લીડર્સ તથા હોટેલ ઓનર્સ પરિવારોની વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત

મેરીલેન્‍ડ : યુ.એસ.માં એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએશન (AAHOA) ના ઉપક્રમે ૬૦ માર્ચ ર૦૧૮ના રોજ મેરીલેન્‍ડ પુરા થયેલા ત્રિદિવસિય સંમેલન તથા ટ્રેડ શો દરમિયાન ઇન્‍ડસ્‍ટ્રી લીડરશીપ, એજયુકેશન, એડવોકેસી, તેમજ પ્રોફેશનલ ડેવલપમેન્‍ટ ક્ષેતન્રે મળેલી સિદ્ધિઓ તેમજ કામગીરી ઉપરાંત મેમ્‍પરશીપમાં થયેલા વધારાની નોંધ લેવાઇ હતી.

એશોશિએશનના પ્રેસિડન્‍ટ તથા ચીફ એકઝીકયુટીવ શ્રી ચિપ રોઝર્સએ એશોશિએશનને ‘‘વોઇસ ઓફ અમેરિકાસ હોટેલ ઓનર્સમાં ગણાવ્‍યું હતું.

ત્રિવદિવસ કોન્‍ફરન્‍સમાં સરકારી અધિકારીઓ તેમજ કોમ્‍યુનીટી અગ્રણીઓ ઉપરાંત વિશાળ સંખ્‍યામાં હોટેલ ઓનર્સ પરિવારો હાજર રહ્યા હતા. તથા ટ્રેડ શોને પણ સારો એવો પ્રતિભાવ મળ્‍યો હતો.

એશોશિએશનના ચેરમેન તરીકે ઓસ્‍ટીન ટેકસાસ સ્‍થિત ઇન્‍.ડિયન અમેરિકન શ્રી હિતેષ પટેલ તથા સૌપ્રથમ મહિલા વાઇસ ચેરમેન તરીકે પેનિસલ્‍વેનિઆ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી જાગૃતિ પાનવાલા અને ટ્રેઝરર તરીકે ઇરવિંગ ટેકસાસ સ્‍થિત બિરલ પટેલ તથા સેક્રેટરી તરીકે શ્રી વિનય પટેલ જવાબદારી સંભાળશે તેમ નકકી થયું હતું.

આગામી સમારોહ ર૪ એપ્રિલથી ર૭ એપ્રિલ -ર૦૧૯ દરમિયાન સાનડીએગો સાઉધર્ન કેલિફોર્નિયા ખાતે યોજાશે.

(10:50 pm IST)