Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભારતના ખેડૂત આંદોલનના બ્રિટનમાં પડઘા : ભારતીય મૂળના બ્રિટનના સાંસદ તનમનજીત સીંઘએ સામાજિક કાર્યકર મહિલાની ધરપકડ સામે વિરોધ નોંધાવ્યો : છેલ્લા એક માસથી જેલમાં રહેલી નોદીપ કૌરને હજુ સુધી જામીન પણ અપાયા નથી : શાંતિપૂર્ણ દેખાવો કરનારી મહિલાને આરોપ પુરવાર થયા પહેલા જેલમાં પુરી રાખવી લોકશાહીના ભંગ સમાન

લંડન : છેલ્લા અઢી માસ ઉપરાંત સમયથી ભારતના કૃષિ ધારા વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના બ્રિટનમાં પણ પડઘા પડ્યા છે.

જે મુજબ ભારતીય મૂળના પંજાબના વતની બ્રિટનના સાંસદ તનમનજીત સીંઘએ કૃષિ ધારાનો  શાંતિ પૂર્વક વિરોધ કરી રહેલી સામાજિક કાર્યકર મહિલા નોદીપ કૌરની એક માસ પહેલા ધરપકડ કરાયા પછી હજુ સુધી તેને જામીન પણ આપવામાં આવ્યા ન હોવા બાબતે નારાજગી વ્યક્ત કરી છે. ઉપરાંત તેના ઉપર સેક્સી હુમલો થવાની પણ ભીતિ વ્યક્ત કરી છે. તથા આ ઘટનાને લોકશાહીના ભંગ સમાન ગણાવી તેઓએ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન સમક્ષ પણ એકસો જેટલા સાંસદોની સહી સાથે આવેદનપત્ર  આપ્યું છે.તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(1:35 pm IST)