Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

ભારતની દરિયાદિલી : કૃષિ કાનૂનનો વિરોધ કરનાર અમેરિકન પોપ સ્ટાર રીહાના જે દેશમાં ઉછરી હતી તે દેશને 1 લાખ કોરોના રસીનો સ્ટોક ભેટમાં આપ્યો : બારબાડોસના પ્રાઈમ મિનિસ્ટરે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો

ન્યુદિલ્હી : સુવિખ્યાત અમેરિકન પૉપ સ્ટાર રોબિન રિહાના ફેંટીએ તાજેતરમાં ભારતના કૃષિ કાનૂનનો વિરોધ કરી સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.સામે પક્ષે આ પૉપ સ્ટાર જ્યાં મોટી થઇ હતી તે દેશ બારબાડોસને ભારતે  1 લાખ કોરોના રસીનો સ્ટોક ભેટમાં આપ્યો છે.જે બદલ બારબાડોસના પ્રાઈમ મિનિસ્ટર મિયાં અમોર મોલેએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:03 pm IST)