Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ભરૂચના હાંસોટના રાયોટિંગના ગુન્હામાં બે વર્ષર્થી ફરાર ઇંગ્લેંડના ઇમરાન મલેક ઝડપાયો

હાંસોટના રાવલીયા ફળિયામાં દસ તોફાનીઓએ હથિયારોથી બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો

ભરૂચના હાંસોટના રાયોટિંગના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી ફરાર આરોપી ઇંગ્લેન્ડના ઇમરાન મલેકને ઝડપી લેવાયો છે હાંસોટમાં પોણા બે વર્ષ અગાઉ થયેલા રાયોટિંગમાં ફરાર ઇંગ્લેન્ડના ઈમરાન મલેકને આરઆર સેલની ટીમે ઝડપી લીધો હતો. આ અંગેની વિગત મુજબ હાંસોટના રાવલીયા ફળીયામાં ૨૦ જુલાઈ, ૨૦૧૬ના રોજ દસ તોફાનીઓએ મારક હથિયારો સાથે બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આયશા શેખની ફરિયાદને આધારે હાંસોટ પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો.

   આ ગુનામાં ઈમરાન ઉસ્માન મલેક (રહે.ઇંગ્લેન્ડ) છેલ્લા પોણા બે વર્ષથી ભાગતો ફરતો હતો.
   દરમિયાન ઈમરાન મલેક ૬ઠ્ઠીએ ઇંગ્લેન્ડથી ફ્લાઇટમાં બેસી બીજા દિવસે સવારે ૭મી ફેબ્રુ.એ મુંબઈ એરપોર્ટ આવવાનો હોવાની બાતમી આરઆર સેલની ટીમને મળી હતી.આરઆર સેલના અધિકારીઓની ટીમે હાંસોટમાં વોચ ગોઠવી વહેલી સવારે ઈમરાનને પકડી લીધો હતો.
    આ સંદર્ભે આરઆર સેલના પીએસઆઇ રાજ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ઈમરાન મલેક ગતવર્ષે ૨૦૧૭ના એપ્રિલ અને નવેમ્બરમાં ઇંગ્લેન્ડથી હાંસોટ આવ્યો હતો,પરંતુ જે તે સમયે હાંસોટથી પરત ઇંગ્લેન્ડ પરત જતો રહ્યો હતો.ઈમરાન મલેક મૂળ હાંસોટનો વતની છે તે વર્ષ ૧૯૭૨થી ઇંગ્લેન્ડનું નાગરિત્ત્વ ધરાવે છે. ઈમરાન સંતાનો સહિતના પરિવાર સાથે ઇંગ્લેન્ડના બ્રેન્ટ્રી ડિસ્ટ્રિક્ટના એસેક્સ શહેરમાં રહેતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

(1:04 am IST)