Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

‘‘સ્‍ટેઇંગ યંગ'': દર્દો સામે તંદુરસ્‍તી જાળવી રાખવા માર્ગદર્શનઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૧૦ ફેબ્રુ.ના રોજ શૈલા કાર હેલ્‍થ ફાઉન્‍ડેશનના ઉપક્રમે ૧૪મો વાર્ષિક વેલેન્‍ટાઇન્‍સ હેલ્‍થ સેમિનારઃ તમામ માટે વિનામૂલ્‍યે પ્રવેશ

કેલિર્ફોનિર્યાઃ યુ.એસ.માં શૈલા કાર હેલ્‍થ ફાઉન્‍ડેશનના ઉપક્રમે ૧૦ ફેબ્રુ.૨૦૧૮ શનિવારના રોજ ૧૪મો વાર્ષિક ‘‘વેલેન્‍ટાઇન હેલ્‍થ સેમિનાર'' યોજાશે.

બેવલી હિલ્‍સ હોટેલ,૯૫૦૦ વિલ્‍શાયર blvd, બેવર્લી હિલ્‍સ,કેલિફોર્નિયા મુકામે વિનામૂલ્‍યે યોજાનાર આ સેમિનારનો સમય બપોરે ૩-૩૦ થી સાંજના ૫-૩૦ સુધીનો રહેશે. રજીસ્‍ટ્રેશનનો સમયે બપોરે ૩ થી ૩-૩૦ વાગ્‍યા સુધીનો રહેશે.

સેમિનારમાં ‘સ્‍ટેઇંગ યંગ' વિષય દ્વારા દર્દો સામે તંદુરસ્‍તી જાળવી રાખવા માટે ડો બિજન પૌરાત (એમ.ડી.કાર્ડિયોલોજીસ્‍ટ એન્‍ડ રીસર્ચર ઓન વેલનેસ એન્‍ડ એન્‍ટી એજીંગ), તથા ડો.શૈલા કાર (એમ.ડી.એટેન્‍ડીંગ કાર્ડિયોલોજીસ્‍ટ એન્‍ડ પાસ્‍ટ કિલનિકલ ચિફ ઓફ કાર્ડિયોલોજી)ની પેનલનું માર્ગદર્શન મળશે.

તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:52 pm IST)