Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રોકાણકારોની મૂંઝવણઃ શું બિત્‍કોઇનનો ફુગ્‍ગો ફૂટવાનો છે?

મુંબઇઃ રોકાણકારોની મૂંઝવણ: શું બિત્કોઇનનો ફુગ્ગો ફૂટવાનો છે?

શું બિત્કોઇનનો ફુગ્ગો ફૂટવાનો છે? શક્યત: હા અને ના. પણ તેનો આધાર તમે કોની સાથે વાત કરી રહ્યા છો તેના પર છે. મુલ્ય ફરી બમણું કે શૂન્ય પણ થઇ શકે છે. જેપીમોર્ગન ચેઝનાં જીમી દીમોન બિત્કોઇનને ગોરખધંધો ગણાવે છે. ફંડ મેનેજર માઈક નોવોગ્રેટાઝ ક્રીપ્ટોકરન્સીને આપણા યુગનો સૌથી મોટો બબલ ગણાવે છે. બિત્કોઇનના અવતરણ સાથે જ પહેલો ઉછાળો જુલાઈ ૨૦૧૦માં ભાવ ૦.૦૦૦૮ ડોલરથી ઉછળીને ૦.૦૮ ડોલર થવા સાથે જ આવ્યો હતો. ડીસેમ્બર ૨૦૧૭મા તે ૧૯,૮૯૧ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ ગયા પછી તુરંત આસમાની સુલતાની અફડાતફડી વચ્ચે ભાવ જાન્યુઆરીમાં ૧૦,૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયા.

ઇકોનોમિક્સના નોબેલ પ્રાઈઝ વિનર રોબર્ટ શીલ્લરને દાવોસ ઇકોનોમિક ફોરમમાં બિત્કોઇન વિષે પૂછવામાં આવ્યું, તેમણે તેની સરખામણી ૧૮૩૭ના ડચ બબલ સાથે કરી. અસંખ્ય લોકો છેલ્લા ચાર/પાંચ સપ્તાહથી બિત્કોઇન હાજર ભાવ અને તાજેતરમાં શિકાગો બોર્ડ ઓપ્શન એક્સચેન્જ અને શિકાગો મર્કન્ટાઈલ એક્સચેન્જમાં શરુ થયેલા ડેરીવેટીવઝ વાયદા સાથે જોડીને તેનું અનુસરણ કરે છે. ડીસેમ્બર ૨૦૧૭મા ભાવ ઓલ ટાઈમ હાઈ થયા પછી ૨૦૧૮ના પહેલા મહિનામાં સામાન્ય રીતે ક્રીપ્ટોકરન્સી બજાર મંદીવાળાના હાથમાં રહી.

વાયદા અને ડેરીવેટીવઝનાં જન્મ સાથે જ ઓવર હીટેડ ક્રીપ્ટોકરન્સી બજારમાં નવો હાઈપ ઉભો થયો છે. છેલ્લા કેટલાંક સપ્તાહથી ટ્રેડરો વધુ ભાવ ઘટાડાની આગાહી કરી રહ્યા હોવાથી બિત્કોઇન વાયદામાં મંદીનો ટોન પ્રવર્તે છે. પણ જો તાજેતરના ડેટા સામે નજર નાખીએ તો બિત્કોઇનનાં ભાવમાં મોટો ઉછાળો શક્ય મનાઈ વાયદામાં મહત્તમ સોદા તેજી તરફી ગોઠવાઈ રહ્યા છે.

હાલના તબક્કે મોટાભાગના પરંપરાગત ક્રીપ્ટો એક્સચેન્જ પર લીવરેજ (ખમતીધર હાઈ નેટવર્થવાળા) ટ્રેડરો તેજીના સોદા ગોઠવી રહ્યા છે. આજે બીટફીનેક્સ એક્સચેન્જ પર લીવરેજ ટ્રેડરોના ૫૯:૩૯ ટકાના દરે અનુક્રમે તેજીના સોદા ૨૬,૯૨૮ કોન્ટ્રેક્ટ જ્યારે મંદીના ૧૮,૨૨૬ લોટ ઉભા હતા. જો અમેરિકન ફ્યુચર્સ ટ્રેડીંગ કમિશનના તાજા અહેવાલને જોઈએ તો તે દર્શાવે છે કે ટ્રેડરો વાયદામાં શિકાગો એક્સચેન્જ પર બિત્કોઇનનાં બહુ સોદા કરવા ઉત્સુક નથી. અને આ સપ્તાહે મેઈનસ્ટ્રીમ બિત્કોઇન ડેરીવેટીવઝ ટ્રેડરો જે ટૂંક સમયમાં બિત્કોઇનમાં તેજી અનિવાર્ય બન્યાનું જોઈ રહ્યા છે, તેમણે વાયદા એક્સચેન્જમાં સોદા ધીમા પાડી દીધા છે, એવું શિકાગો એક્સચેન્જનાં અહેવાલો સૂચિત કરે છે.

ડીસેમ્બરમાં જ્યારથી ક્રીપ્ટોકરન્સી ડેરીવેટીવઝ વાયદા શરુ થયા છે, ત્યારથી અમેરિકન વાયદા પાંચ (સીએફટીસી)એ એક્સચેન્જ પર થતા સોદાના અહેવાલો આપવાનું શરુ કર્યું છે. ડિસેમ્બરથી અમેરિકન વાયદા પાંચ દ્વારા કહેવાતું આવ્યું છે કે બિત્કોઇનનાં ભાવ દબાઈ રહ્યા છે, જે મંદીનું સેન્ટીમેન્ટ દાખવે છે અને હાજર બજાર પણ વાયદાની આગાહીને ફોલો કરવા લાગ્યું છે. પણ ગત શુક્રવારના અમેરિકન વાયદા પંચના ડેટા જરા જુદી સ્ટોરી કહેવા લાગ્યા છે. શિકાગો એક્સચેન્જ પર ટ્રેડરોએ ભાવ વધવાની શક્યતાએ મોટાપાયે સોદા કરવાનું શરુ કર્યું છે.

વોલ સ્ટ્રીટ પર ક્રીપ્ટોકરન્સીને માન્યતા મળવા લાગ્યા પછી કેટલીંક રેટિંગ એજન્સીને તેમાં રસ પડી ગયો છે. પણ આવી કોઈ એજન્સીએ હજુ ક્રીપ્ટોકરન્સીને “એ” રેટિંગ નથી આપ્યું. બીજું આશ્ચર્ય એ છે કે બિત્કોઇન અને રીપલ કરતા પણ ઈથેરીયમને ઉંચો ગ્રેડ આપવામાં આવ્યો છે.

Cryptocurrency/Fund/Index

%7d

%YTD

Bitcoin (BTC)

-3.96

-20

Ethereum (ETH)

+0.71

+28

Ripple (XRP)

-21.67

-45

Litecoin (LTC)

-7.95

-20

SPDR Gold Shares (GLD)

1.5

3.17

પ્રિય વાંચકો ધ્યાનમાં લો: આ લેખક ક્રીપ્ટોકરન્સીનાં ધારક નથી કે તેમાં સોદા નથી કરતા. જેમણે પણ સોદા કરવા હોય તેમણે યાદ રાખવું કે તમારી મૂડીનું ગમ્મે ત્યારે ધોવાણ થવાની સંભાવના છે. ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ સટ્ટાકીય અને તેનું નિયમન કરનાર કોઈ સત્તાવાર એજન્સી નથી.

આ આર્ટીકલના લેખક શ્રી ઇબ્રાહીમ પટેલ ઘ્‍ંળળંફુશદ્દક્કફુર્ઁી.ણૂંળ વેબસાઇટના એડિટર છે. જે ગુજરાતી, હિન્‍દી, અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અપલોડ થતી વિશ્વની એકમાત્ર કોમોડીટી રીસર્ચ વેબસાઇટ છે. તેઓ ૩૬ વર્ષથી કોમોડીટી બજારમાં જર્નાલીસ્‍ટ છે.

(11:11 am IST)
  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST

  • કલોલનાં દેવચોટીયા ગામે લાકડાના ફટકા મારી પતિએ કરી પત્નિની હત્યા access_time 2:03 pm IST

  • ફેહકુલ્વાયોની સિક્સર સાથે સાઉથ આફ્રિકાએ ચોથો વનડે 5 વિકેટે ભારત સામે જીતી લીધો : મેચમાં શીખર ધવનની નોંધાઈ જબરદસ્ત સદી : ભારતે આપેલ ૨૮ ઓવરમાં ૨૦૨ રનનો ટાર્ગેટ સાઉથ આફ્રિકાએ સરળતાથી પાર પાડ્યો : ભારત હજુ પણ સીરીઝમાં ૩-1થી આગળ access_time 1:56 am IST