Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

‘‘ વંદે માતરમ '' : યુ.એસ.માં ‘‘આર્યસમાજ ઓફ ગ્રેટર હયુસ્‍ટન'' ના ઉપક્રમે ભારતનો ૬૯મો ‘‘ગણતંત્ર દિન'' ઉજવાયો : ૨૮ જાન્‍યુ.ના રોજ કરાયેલી ઉજવણીમાં DAV મોન્‍ટેસરી તથા સંસ્‍કૃતિ વિદ્યાલયના છાત્રોએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા

 

હયુસ્‍ટન : યુ.એસ.માં ‘‘આર્યસમાજ ઓફ ગ્રેટર હયુસ્‍ટન'' ના ઉપક્રમે ૨૮ જાન્‍યુ. ૨૦૧૮ના રોજ ભારતનો ૬૯મો  ‘‘ગણતંત્ર દિન'' ઉજવાઇ ગયો.

આ પ્રસંગે આર્યસમાજ સંચાલિત DAV મોન્‍ટેસરી તથા DAV સંસ્‍કૃતિ સ્‍કુલના છાત્રોએ વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.

આર્યસમાજના આચાર્યશ્રીએ રાષ્‍ટ્રના ઘડતરમાં બ્રાહ્મણ(શિક્ષકો તથા સંશોધકો, ક્ષત્રિય(પોલીસ તથા  વ્‍યવસાયી તેમજ શુદ્ર(સમાજ સેવા માટે કાર્યરત) એમ ચારે વર્ણનું સમાન મહત્‍વ હોવાનું જણાવી તેઓ દેશના ઘડતરમાં પાયના પથ્‍થરો હોવાનું જણાવ્‍યું હતું. તથા ભારતને આઝાદી અપાવનાર શહીદો નેતાજી સુભાષચંદ્ર બોઝ, તથા લાલા લજપતરાય સહિતનાઓને શ્રધ્‍ધાજંલી આપી હતી.

ઉજવણીમાં શામેલ છાત્રોએ વંદે માતરમનું ગાન કર્યુ હતું. તથા આર્યસમાજના પ્રચાર માટે નિસ્‍વાર્થ સેવાઓ આપનાર વિદ્યાર્થીઓ સુશ્રી કનિકા તથા શ્રી ધ્રુજને એવોડસ્‍ આપી સન્‍માનિ કરાયા હતા. તથા ધ્‍વજ લહેરાવાયા હતા. તથા રાષ્‍ટ્રગીતનું ગાન કરાયું હતું. તથા સમુહ ભોજનનો સહુએ લાભ લીધો હતો. તેવું INS દ્વારા જાણવા મળે છે.

(9:30 pm IST)