Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

યુ.એસ.માં IHCNJ ના ઉપક્રમે યોજાઇ ગયેલો નિઃશુલ્‍ક કેન્‍સર સ્‍ક્રિનીંગ કેમ્‍પ : ૩ ફેબ્રુ.ના રોજ દુર્ગામંદિર, બ્રન્‍સવીક ન્‍યુજર્સી મુકામે યોજાયેલા કેમ્‍પનો પ૦ ઉપરાંત મહિલાઓ તથા પુરુષોએ લાભ લીધો : આગામી ૧ એપ્રિલના રોજ સમરસેટના યુક્રેનિઅન સેન્‍ટર તથા ૨૦ મે ના રોજ શ્રી સ્‍વામિનારાયણ મંદિર વીહોકેન મુકામે કેમ્‍પ યોજાશે

 (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી : છેલ્લા ૧૯ વર્ષથી યુ.એસ.ના સાઉથ એશિયન પ્રજાજનોના વિનામૂલ્‍યે હેલ્‍થ સ્‍ક્રિનીંગ તથા રોગો થતા અટકાવવા હેલ્‍થ કેમ્‍પના આયોજનો કરતી નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘ઇન્‍ડિયન હેલ્‍થ કેમ્‍પ ઓફ ન્‍યુજર્સી IHCNJ'' દ્વારા ૨૦મા વર્ષે સૌપ્રથમ હેલ્‍થ કેમ્‍પ ૩ ફેબ્રુ. ૨૦૧૮ શનિવારના રોજ દુર્ગા મંદિર, ૪૧૨૪૦ રૂટ, ૨૭, સાઉથ બ્રન્‍સવીક મુકામે યોજાઇ ગયો.

NJ CEED સાથેના સહયોગથી યોજાઇ ગયેલા આ ફ્રી કેન્‍સર સ્‍ક્રિનીંગ કેમ્‍પમાં ડીજીટલ મેમોગ્રાફી દ્વારા બ્રેસ્‍ટ કેન્‍સર નિદાન કરી અપાયુ હતું. જેથી કેન્‍સર હોય તો પ્રાથમિક તબકકે જ તેને નાથી શકાય. ઉપરાંત પ્રોસ્‍ટેટ કેન્‍સર, કોલો રેકટલ કેન્‍સર સહિતના નિદાનનો ૫૦ જેટલી મહિલાઓ તથા પુરુષોએ લાભ લીધો હતો.

નોનપ્રોફિટ IHCNJ દ્વારા સમયાંતરે યોજાતા વિવિધ રોગોના નિદાન તથા સારવાર અને રોગો થતાં અટકાવવા માટે માર્ગદર્શન આપતા નિઃશુલ્‍ક કેમ્‍પોથી અનેક એશિયન અમેરિકન પ્રજાજનોની અમૂલ્‍ય જીંદગી બચાવી શકાઇ છે. આ સંસ્‍થાને અપાતું ડોનેશન ટેકસ ફ્રી છે.

આગામી હેલ્‍થ કેમ્‍પ ૧ એપ્રિલ ૨૦૧૮ના રોજ સમરસેટમાં આવેલા યુક્રેનિઅન સેન્‍ટર મુકામે તથા ૨૦ મે ૨૦૧૮ના રોજ વીહોકેન ન્‍યુજર્સી મુકામે આવેલા શ્રી સ્‍વામિનારાયણ મંદિરમાં યોજાશે.

વિશેષ માહિતી માટે www.IHCNJ.org દ્વારા સંપર્ક સાધવા IHCNJ પ્રેસિડન્‍ટ ડો.તુષાર પટેલ(848-391-0499) ની યાદીમાં જણાવાયું છે.

(9:28 pm IST)