Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

" નિર્દયી માતા " : માત્ર 2 માસના નવજાત શિશુને બેભાન થઇ જાય ત્યાં સુધી ક્રૂરતાપૂર્વક માર્યું : બાળક હોસ્પિટલમાં : ઇન્ડિયન અમેરિકન માતા જેલમાં

જ્યોર્જિયા : અમેરિકાના જ્યોર્જિયામાં વસતા ઇન્ડિયન પરિવારની મહિલા 26 વર્ષીય તરલિકા પટેલએ પોતાના માત્ર 2 માસના નવજાત શિશુને ક્રૂરતા પૂર્વક મારતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.જ્યાંના તબીબોના અભિપ્રાય મુજબ બાળકના  દિમાગ ઉપર પણ અસર થઇ ગઈ છે તે કદાચ કોમામાં પણ સરકી શકે તેવો ભય હોવાથી તાત્કાલિક વધુ સારવાર માટે વિમાન માર્ગે અન્ય સ્ટેટમાં સારવાર માટે મોકલેલ છે.તેમછતાં જો બાળક નહીં બચે તો માતા ઉપર વધુ આકરી  કલમ લગાવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

દરમિયાન આ ઇન્ડિયન અમેરિકન માતાની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દેવામાં આવી છે.તેવું WALB News ના અહેવાલ સાથે  એન.આર આઇ ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)
  • ચંદા કોચરના ઘરે જપ્તીઃ મિલ્કતો કબ્જે લેવાશે : ઈડી આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ એમડી ચંદા કોચરના અને અન્ય મિલ્કતોની જપ્તી કરી શકે છે access_time 3:51 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિની અટકળો વચ્ચે ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ આ મુદ્દે સનસનાટીર્યું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં સંકેત આપ્યા છે કે ધોની જલ્દી પોતાની વન-ડે કારકિર્દીને અલવિદા કહી શકે છે. જોકે આ પછી પણ તે ટી-20 ક્રિકેટમાં રમવાનું ચાલું રાખશે. ધોની ટેસ્ટ ક્રિકેટમાં પહેલા જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. access_time 10:59 pm IST

  • વરૂણ ધવન અને સારા અલીની જોડી ચમકશે : હવે કુલી નંબર વન પહેલી મેના દિવસે રિલીઝ કરાશે access_time 3:32 pm IST